________________
ફાગ
સ્માત્ ગંભીરરૂપે જાગી ઉઠયેા.
એ વાતથી આપણને ગમે એટલુ દુઃખ લાગે એમ હાય, તેા પણ આપણે એ શીખવાની પણ જરૂર હતી. એ વાત આપણે નક્કી જાણવાની જરૂર હતી કે, આપણા દેશમાં હિન્દુ અને મુસલમાન એ બે જુદાં તત્ત્વ છે એ વાત આપણે ગમે તે કામ કરવા નીકળીએ, તેા પણ ભૂલી જવું ચાલે એમ નથી. હિન્દુમુસલમાનના સબંધમાં તે કશે। દોષ ન હતા, પણ અંગ્રેજેજ મુસલમાનને આપણી વિરુદ્ધ ઉશ્કેરી મૂક્યા છે એમ કહી જાતને છેતરવાથી કામ સરશે નહિં.
૩૦૩
અંગ્રેજે જો મુસલમાનને ખરેખાતજ આપણી વિરુદ્ધ ઉભા કર્યાં છે, તેા અંગ્રેજે આપણા ઉપર પરમ ઉપકાર કર્યાં છે. દેશમાંના એક મેાટા વાસ્તવ સત્યને આપણે મૂઢની પેઠે વિચાર કર્યાં વિનાજ દેશનાં મેાટાં માટાં કામની સામગ્રીના હિસાબ ગણુતા હતા, ત્યારે શરૂઆતમાંજ એ સત્ય સામે અંગ્રેજે આપણી નજર કરાવી છે. એમાંથી કશું શીખ્યા વિના આપણે જો અગ્રેજ ઉપરજ આંખ રાતી કરીએ તેા આપણી મૂઢતા દૂર થવા સારૂ ફરી આપણે ફૅટકા ખાવા પડશે. જે સ્વાભાવિક છે, તે ગમે તેમ કરીને પણ આપણે શીખવું પડશે, એને ઓળગી જવાના નકામા પ્રયત્ના કાઈ રીતે ચાલશે નહિ.
એની સાથે ખાસ એક વાત યાદ રાખવી જોઇશે કે, હિન્દુ અને મુસલમાન, અથવા હિન્દુઓની અંદરના જુદા જુદા ભાગેા, અથવા ઉંચા નીચાઓની વચ્ચે મેળ નહિ થવાથી જ આપણાં કામ બરબાદ જાય છે; માટે કાઈ પણ રીતે મેળ કરીને આપણે ખળ મેળવીશું એ વાત સા કરતાં માટી નથી, માટે સૈા કરતાં સત્ય પણ નથી.
હું આ પહેલાં જ કહી ગયેા છું કે, કેવળ માત્ર પેટપૂરતું ખાવાનું મળે, કેવળ માત્ર રાજ્યમાં સારી વ્યવસ્થા મળે તેથી કઈ પ્રાણુ ખચે નહિ. ક્રાઈસ્ટે કહ્યું છે કે, માણસ માત્ર રોટલીથી જીવી શકતા નથી. એનુ કારણ એવુ છે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com