________________
૩૦૪
ભારતધમ
કે, માણસને ક'ઇ એકલુ' શારીરિક જીવન જ નથી, આધ્યાત્મિક જીવન પણ છે. એ મહાજીવનને ખોરાક છૂટચે છે એટલા માટે તેા પરદેશી રાજ્યના સર્વ પ્રકારના વહીવટ સારે। હાવા છતાં પણ આપણે! આનંદ શાષાઇ ગયા છે.
પણ જો આ ખારાક કેવળ મહારથી એ રાજ્યને લીધેજ મળી જાય એમ હોય તેા કાઇ પણ પ્રકારે બહારથી સુધારા કચે આપણું કામ સફળ થાય. પણ પોતાના અ'તઃપુરમાં બહુ દિવસથી આ ઉપવાસની સ્થિતિ ચાલી આવે છે. આપણે હિન્દુ-મુસલમાન, આપણે ભારતવષઁના જુદા જુદા પ્રદેશના હિન્દુએ એક જગાએ રહીએ છીએ ખરા, પણ માણસને રોટલી કરતાં પણ જે ઉચા ખારાક પ્રાણ, શક્તિ અને આનંદથી પુષ્ટ કરી શકે, તે ખારાકથી આપણે એકબીજાને ભૂખ્યા રાખતા આવ્યા છીએ. આપણી સા હૃદયવૃત્તિઓ, ભલા માટેના આપણા સા પ્રયત્ન આપણા કુટુબકબીલામાં અને એક સાંકડા સમાજમાં એવા ગુંચાઇ રહેલા છે કે સાધારણ માણસની સાથે સાધારણ ભાઈચારાને જે સબંધ તે સ્વીકારવાને માટે પણ આપણે તૈયાર થતા નથી; તેટલા માટે નાના નાના બેટામાં આપણે પડયા હાઇએ એમ એકબીજાથી છૂટા પડી ગયા છીએ, મહાદેશમાં થવુ જોઇએ તેમ એક સમથ જાતિ બનાવી શક્યા નથી. દરેક માનવી મહામાનવી સાથે અનેક મગળ કા વડે પેાતાનું ઐક્ય નાના પ્રકારે આંધી શકે. એથી અમુક લાભ થશે એટલા જ માટે નહિ, પણ એ તેને પ્રાણ છે, તેનુ' મનુષ્યત્વ એટલે કે તેના ધમ છે, માટે આ એકતા અધાવી જોઇએ. એ ધમથી જેટલે એ પાછે પડે તેટલે એ નીરસ બની જાય. આપણા દુર્ભાગ્યને લીધે બહુ દિનથી ભારતવ માં આપણે આ નીરસતાને વશ થઇ પડયા છીએ. આપણા જ્ઞાન કમ આચાર વ્યવહારના, આપણી સર્વાં પ્રકારની લેવડદેવડના મેાટા મેટા રાજમાગ આપણી નાની નાની મ`ડળીએ આગળ આવીને અટકી પડયા છે; આપણુ હૃદય અને આપણા પ્રયત્ન ઘણું કરીને આપણા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com