________________
૨૬
ભારતધર્મ
સીમા સામેને ઓળંગે નહિ, એવી વ્યવસ્થા કરી લેવી; પણ એ નિષેધની સીમાઓ જે પ્રથમ અવસ્થામાં બહુ જુદા લેકને એકઠા રહેવામાં મદદ કરે, તેજ સીમાએ વખત જતાં જુદાને એક કરતાં અટકાવી દે. એ જેમ સામસામેના ઘાને અટકાવે, તેમજ એકબીજાને મળતા પણ અટકાવે. અશાનિતને દૂર અટકાવી રાખવી તેનું નામ શાન્તિ સ્થાપી એમ ન કહેવાય. ખરી રીતે તે એથી કાયમને માટે અશાન્તિની સીમાઓ બંધાય છે. વિરોધને દૂર રાખવા જતાં પણ રહે તે ખરેજ. છોડ્યા છતાં પણ કેઈક દિવસ રાક્ષસમૂતિ ધારણ કરીને સામે આવી ઉભું રહે.
માત્ર એટલું જ નહિ, પણ વ્યવસ્થા બાંધવાને કારણે એક ઘરમાં રહીને એકબીજાને નકારવા એથી એમને સ્વીકાર થયો કહેવાય નહિ. એથી માણસને આરામ મળે, પણ શક્તિ મળે નહિ. સાંકળે બંધાયાથી કામ તે ચાલે, પણ પ્રાણ તે એકતાથીજ બંધાય.
ભારતવર્ષે પણ આટલે વખત પોતાના ભેદભાવને ને વિધભાવને એક વ્યવસ્થાની અંદર તાણી લાવી અમુક અમુક કેઠામાં પૂરી મૂકવાનો પ્રયત્ન કર્યો છે. બીજા કે દેશમાં આ ખરેખાતને ભેદભાવ એકઠો આવી ઉભો નથી, એટલે બીજા કે દેશમાં આવે કઠણ પ્રયત્ન કરવાનું કશું કારણ નહોતું.
આવું નિરંકુશ છિન્નભિન્ન સત્ય જ્યારે લાંબુ થઈને જ્ઞાનને માર્ગ રેકી બેસવા પ્રયત્ન કરે, ત્યારે વિજ્ઞાનનું પહેલું કામ તે એ કે, તેમને ગુણકર્મ સ્વભાવને અનુસરીને ગોઠવી દેવું. પણ શું વિજ્ઞાનમાં કે શું સમાજમાં એવી રીતે સામગ્રીને હારબંધ ગોઠવી દેવી એજ કંઈ છેવટને હેતુ ન હોઈ શકે છેવટને હેતુ તે એ હોઈ શકે છે, તેનું એક કલેવર બાંધવું. ઈંટ, ચૂને, સુરકી, લાકડાં વગેરે સામગ્રી એકઠી થઈ જાય તે એકબીજાને બગાડી નાખે. માટે તેમને છૂટી છૂટી રાખવી એ છેવટને હેતુ ન હોઈ શકે; તે બધાને ઉપયોગ કરીને એક મોટું મકાન ચણવું એજ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com