________________
ભારતધમ
પશ્ચિમ દેશના જે બધા ઇતિહાસા આપણે નિશાળમાં ભણીએ છીએ, એમાંના કાઈમાં આવા કાઘડા દેખાતા નથી. સુરેપમાં જે ભેદ-પ્રભેદ વચ્ચે જુદ્ધ મચ્યાં હતાં, તે આપણા જેવાં ન હતાં, એમનામાં મેળનું એક એવું તત્ત્વ હતું કે લડીને પાછા એકઠા થઇ ગયા ત્યારે એમના માં ઉપર જુદાઇનું ચિહ્ન પણ મળે નહિ. પ્રાચીન યુરાપમાં રામન, ગ્રીક, ગાથ વગેરે જાતિઓમાં શિક્ષાદીક્ષાને બહારથી ગમે એટલેા ભેદ દેખાતા હતા, તેપણ પ્રકૃતિએ તે એ સવાળા એકજ જાતિના હતા. એકબીજાની ભાષા, વિદ્યા અને ર'ગ મેળવી એક થઇ જવાને પેાતેજ પ્રયત્ન કરતા. વિરાધને તાપે ગળી જઇ જ્યારે મળી ગયા છે, ત્યારે સમજાયું છે કે તેઓ એક ધાતુના ગઠ્ઠા બની ગયા છે. ઇંગ્લાંડમાં એક દિવસ સેક્સન, નાન અને કેલ્ટીક જાતિઓમાં વિરોધ થયા હતા, પણ તેમનામાં એકતાનું એક પ્રકારનું સ્વાભાવિક જ તત્ત્વ હતું કે જેથી જિતનારી જાતિ કાયમને માટે જુદી રહી શકી નહિ; વિશષ કરતી કરતી. પણ તે કયારે એક થઇ ગઇ તે પણ જણાયું નહિ.
આથી યુરેપિયન સભ્યતામાં માણસની સાથે માણસે એકતા કરી છે એ સ્વાભાવિક એકતા છે. યુરોપ આજે પણ એ સ્વાભાવિક એકતાને માને છે પેાતાના સમાજમાં ફાઇ ગંભીર ભેદ થવા દે નહિ, થાય તે તેને હાંકી કાઢ કે મારી નાખે. યુરોપની ગમે તે જાતિ હોય ને, પણ તે સર્વે માટે અગ્રેજના સંસ્થાનનાં બારણાં ઉઘાડાં, અને એશિયાવાસી તેની પાસે ઘસાઇને પણ ન જાય એટલા માટે સાપની પેઠે ફેણ માંડીને સદા સાવચેત બેસે.
૨૪
યુરોપની સાથે ભારતને અહીથીજ-શરૂઆતથીજ ભેદ દેખાશે, ભારતવર્ષના ઇતિહાસ જ્યારથી શરૂ થયેા હશે ત્યારથીજ વહુ સાથે વર્ણના અને આય સાથે અનાન વિરાધ હતા. ત્યારથીજ આ વિરાધ મટાડવાને માટે ભારતવર્ષનું દિલ લાગ્યું હતું. આય સમાજમાં જે અવતારસ્વરૂપ મનાય છે તે રામચંદ્રે દક્ષિણ દેશમાં આર્મીનાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com