________________
કહીરા
ઉશ્કેરે છે ને સળગાવી મૂકે છે, એ તે ખેચેખી વાત છે એમાં તે કેઈથી ના પાડી શકાય એમ નથી. અને અંગ્રેજ બધે વહીવટ અને બધી સાવધાનતા કેવળ એક બાજુએ-માત્ર દુબળની જ બાજુએ દબાવીને જે અસમાનતા ઉભી કરી દે છે; ને તેથી ભારતવાસીની સમગ્ર બુદ્ધિને અને સમગ્ર કલ્પનાને તથા વેદનાની સમગ્ર લાગણને બહારની બાજુએ, આ ઉત્પાતની દિશાએ ખેંચી આણે છે એમાં કશે સંદેહ નથી.
આથી, આવી અવસ્થામાં દેશની કયી વાત સૌથી મોટી એ જે લેક ભૂલી જાય છે તે સ્વાભાવિક જ છે. પણ તે સ્વાભાવિક હોવા છતાં પણ સર્વ કાળે સારી નથી હોતી. હૃદયના આવેશની તીવ્રતા પૃથ્વીનાં સૌ વાસ્તવ કરતાં મેટું વાસ્તવ છે એમ માનવાથી આપણે અનેક ભયંકર ભ્રમમાં પડી જઈએ છીએ-એને અનુભવ સંસારમાં અને આપણું પોતાના જીવનમાં આપણને ડગલે ને પગલે મળે છે. સ્થિર ચિત્તે વિચાર કરી જોઈશું તે જાતિઓના ઈતિહાસમાં પણ એ વાત અનેક વાર ચાખી દેખાય છે.
“ભલે ઠીક, તમે શેને દેશની સૌથી મોટી વાત માને છે?” આવો પ્રશ્ન ઘણુ લેક રાગ કરીને મને પૂછશે એ હું જાણું છું. એ કોધ વહેરી લઈને પણ એ ઉત્તર આપવા માટે તૈયાર થવું જોઈએ.
ભારતવર્ષની સામે વિધાતાએ જે કાડે મૂકે છે, તે ઉકેલવે બહુ મુશ્કેલ પણ હોય, પણ ધીરે ધીરે ઉકેલતાં ઉકેલ કઠણ નહિ પડે. તે આપણી જ સામે આવી પડ્યો છે, એટલે બીજ દૂરના ઈતિહાસના દાખલાથી ઉકેલવા જઈશું તે એને છેડે હાથ લાગશે નહિ.
ભારતના પર્વતમંડળથી આરંભીને સમુદ્ર સુધી નજર ફેરવી જઈશું તે સૌથી પહેલું શું નજરે પડશે? આટલી જુદી જાતિઓ, આટલી જુદી ભાષાઓ અને આટલા જુદા આચાર જગતના બીજા કોઈ પણ દેશમાં નથી,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com