________________
કારે
૨૧
સંસ્થાને વધારવા પ્રયત્ન કર્યો ને તે માટે જે દિવસે ચંડાલરાજ ગુહક સાથે સ્ત્રી બાંધી, જે દિવસે કિષ્કિધાના અનાનો વિનાશ ન કરતાં તેમને મિત્ર બનાવી સહાયક કરી લીધા, અને લંકાને હારેલા રાક્ષસરાજ્યને ઉખેડી નાખવાનો પ્રયત્ન ન કરતાં વિભીષણની સાથે બંધુભાવ બાંધી શત્રુની શત્રુતાના કાંટા ઉખેડી નાખ્યા એ દિવસે આ મહાપુરુષે ભારતવર્ષને અભિપ્રાય સ્પષ્ટ કરી બતાવ્યું હતું. ત્યાર પછીથી આજ સુધી આ દેશમાં માણસને જે મેળે ભરાય છે તેમાં વિચિત્રતાને પાર રહ્યો નથી. જે સામગ્રીને એકઠી બાંધી શકાય નહિ, તે આવી આવીને એકઠી થઈ ગઈ છે. એવી રીતે આવી આવીને બેજે એકઠે તે થયે, પણ ઘર બંધાવાની કશી તૈયારી થઈ શકી નહિ. એટલા માટે એ કઠણ છે જે ભારતવર્ષને હજારો વર્ષથી માથે ઉચકી રાખવું પડે છે. ત્યારે વિચારવાને પ્રશ્ન એજ છે કે, આ વીખરાઈ પડેલી સામગ્રી કેવી રીતે જોડી શકાય ? જે વિરુદ્ધ સ્વભાવની છે તેને અનુકૂળ શી રીતે કરી શકાય ? જેમનામાં અંદરથી જ વિભેદ છે એની કઈ રીતે ના પાડી શકાય એમ નથી તે સંબંધી શી રીતની વ્યવસ્થા કરી હોય તે એ ભેદ બને એટલે એકબીજાને ઓછે નડે, એટલે કે શું કર્યું હોય તે સ્વાભાવિક ભેદને સ્વીકાર કરવા છતાં પણ વાંધારૂપ ન થઈ પડતાં સામાજિક એકતાને બને એટલી મદદ કરે ?
જુદા જુદા પ્રકારના લેક જ્યાં એકઠા થયા છે ત્યાં રાતદિવસ એ કેહ્મડે આવી ઉભું રહે છે કે, એ જુદાઈની પીડાને, એ ભેદની દુર્બળતાને કેમ કરીને દૂર કરી શકાય? એકઠું રહેવું તે જોઈએ જ, ને એક થઈ શકાય નહિ; આવી સ્થિતિ કરતાં માણસને બીજી કઈ સ્થિતિ વધારે દુઃખકર ન હોઈ શકે. એવી સ્થિતિમાં એ પ્રયત્ન થાય કે, એ ભેદને અમુક સીમા બાંધીને અલગ કરી દે-એક બીજે સામસામાના ઘસારામાં ના આવે એ સંભાળી લેવું, એક બીજાની બાંધી લીધેલી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com