________________
૨૯૮
ભારતધમ
જીવી શકે અને વિકાસ પામી શકે એ આનંદ માત્ર કાયદો કે કાર્યો સ્થાપવાથી કે પોલીસ સ્થાપી જાનમાલનું રક્ષણ કરવા માત્રથીજ મળી શકે નહિ. માણસ આધ્યાત્મિક જીવ છે—એને શરીર છે, મન છે, હૃદય છે તેને તૃપ્ત કરવા જતાં એ સમગ્રને તૃપ્ત કરવુ' પડે, સજીવ પદાર્થાંના એક અગને પીડા થતાં એ સમગ્ર પદાર્થને પીડા થાય. તેને કઇ વસ્તુ આપવી હાય તા એ વસ્તુ એકલીના હિસાબ ગણવાના નથી, પણ એ વસ્તુ એને કેમ આપવી એ હિસાબ એ કરતાં પણુ માટેા છે. ઉપકારની સાથે સાથે આત્મશક્તિ અપાય નહિ તે! એ ઉપકાર તા માત્ર ખેાજા સમાન થઇ પડે. જો એની સાથે સ્વાધીનતાના આનદ હાય તે એ કઠણ રાજવહીવટ પણ છાનામાના સહન કરી લેવાય, એટલુજ નહિ પણ હી'ડી ચાલીને તેને કબૂલ પણ કરી લેવાય. માટેજ કહું છું' કે, કેવળ માત્ર સારી વ્યવસ્થાજ માણસને સંતાષ આપી શકે નહિ.
વળી જ્યાં રાજા પ્રજા દૂરરહે, એકબીજા વચ્ચે કામ સિવાય ખીને ઉંચા અંતરના સંબંધ બંધાતાં વાંધા ઉઠે, ત્યાં રાજકારભાર ગમે એટલા સારા હાય તે પણ ત્યાં માત્ર આફિસ, અદાલત અને કાયદા-કાનુન સિવાય ખીજું કઇ હાઇ શકે નહિ. આટઆટલું છતાંય માણસ કેમ આમ સુકાતા જાય છે, તેની અંદરના આનંદ કેમ આમ ઉડી જાય છે તે સબંધે કારભારીએ કશેય વિચાર કરે નહિ, માત્ર રાતી આંખ કરે; એટલુજ નહિ પણ પ્રજા પાતે પણ પેાતાને સારી રીતે સમજી શકે નહિ. આમ રાજાપ્રજા એકખીજાથી જુદાં રહેવાથી રાજકારભાર સૂકા ને જીવનહીન અન્યા વિના રહે નહિ. કમનસીબે ભારતમાં પણ એમ જ અન્યું છે એની કાઇથી ના પડાય એમ નથી.
ત્યાર પછી અઢારમી સદીના ફ્રાન્સની સ્થિતિ સાથે આજના ભારતની સ્થિતિ મળતી આવે છે, એ વાત પણ માનવી પડશે. આપણા રાજકારભારીઓનું જીવન આપણા જીવન કરતાં બહુ જ ખર્ચાળ છે. તેમનાં ખાનપાન, તેમના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com