________________
૨૭૬
ભારતધર્મ
દુઃખ સહન કરવુ એટલુ કઠણ નથી, પણ બુદ્ધિને કબજે રાખવી બહુ કઠણ છે. અન્યાયને, મારફાડને એક વાર જો કમસાધનાની મદદે બેલાવી તો પછી અતઃકરણને બગડતું ખચાવવાની સર્વ શક્તિ ચાલી જાય. ન્યાયધમનું મધ્યબિંદુ એક વાર છેડયુ એટલેજ બુદ્ધિ તા નાડી; પછી કામ થઇ શકે નહિં અને પછી તે વિશ્વવ્યાપી ધમવ્યવસ્થાની સાથે આપણા શ્રેષ્ઠ જીવનના ચાગ કરવાને માટે બહુ મુશ્કેલ થઇ પડે.
આવી દશા આપણા દેશમાં ઘેાડા દિવસથી થતી આવે છે, એ આપણે નમ્ર હૃદયે અતિશય દુઃખની સાથે કબૂલ કરવુ પડશે. આ વિવેચન કરવું સારૂં નથી લાગતું, પણ તેટલા માટે છાનામાના બેસી રહી એ સ્થિતિ છુપાવી રાખવી, અથવા અતિશયાક્તિથી તેને ઢાંકી રાખવી એ પણ ઇષ્ટ નથી; કારણ કે એથી તેા દહાડેદહાડે સ્થિતિ ખરાબ થતી જાય.
બનતા સુધી પરદેશી માલ ન વાપરવા, દેશી કારીગરીને ઉત્તેજન આપવું અને તેની ખૂબ પ્રયત્ન કરીને ઉન્નતિ કરવી એના વિરુદ્ધ હું એટલું છું એવી કાઇએ શ’કા કરવાનું કારણ નથી. બહુ દિવસ પહેલાં મે લખ્યું હતુ` કે
નિજ હસ્તે શાક અન્ન તુલે દાએ પાતે, તાઇ જેને રૂચે; મેાટા વસ્ત્ર ખુને દાઆ યદિનિજ હાતે, તાઇ લજજા ઘુચે.
*
તે વખતે તે લાડ કર્ઝન ઉપર રાગ કરવાનું આપગુને કંઇ કારણ ન હતું, અને અહુ પહેલાં જ્યારે સ્વદેશી ભડાર સ્થાપીને દેશી વસ્તુઓને પ્રચાર કરવાના મે` પ્રયત્ન કર્યાં હતા, ત્યારે તે મારે લેાકમતની વિરુદ્ધ ઉભું રહેવુ' પડયું હતું. પણ, પરદેશી વસ્તુને બદલે દેશમાં દેશી વસ્તુને પ્રચાર કરવાનું કામ ગમે એટલું મહત્ત્વનું હાય, તે પણ
× પેાતાને હાથે શાક ને અન્ન લાવીને થાળીમાં પીરસીએ તે જ ખાવાની રુચિ જાગે, તે જાડાં વસ્ત્ર પેાતાને હાથે વણી લએ તાજ લાજ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com