________________
રસ્તો ને રસ્તાનું ભાથું
અનુભવી શકીશું. ચારે બાજુના કેલાહલ અને ગભરાટની વચ્ચે સાધનાને સાચે માર્ગે સ્થિર રાખીશું. નક્કી માનીશું કે, આ ભારતવર્ષમાં જુગજુગાન્તરના માનવહૃદયની સમસ્ત કામનાઓને પ્રવાહ એકઠા થયો છેઅહીં જ જ્ઞાનની સાથે જ્ઞાન ચર્ચા કરશે, જાતિની સાથે જાતિ મળશે. અહીં વિચિત્રતાને ગુંચવાડો થાય છે, ભેદ અત્યંત બળવાન છે, વિરોધ સખ્ત છે–આટલો ભેદ, આટલી વેદના, આટલી મારામારી આટલા બધા દિવસે સુધી સહન કરીને કે દેશ બચી શકે નહિ. પણ કઈ મહામિલનને હેતુ જ આ સમસ્ત વિધભાવને ધારણ કરી રહ્યા છે, એકબીજાને ઘા થવા છતાં પણ કેઈને નાશ થવા દેતો નથી. આ જે સમસ્ત વિચિત્ર પ્રકારની જુદી જુદી સામગ્રી દેશદેશાન્તરથી ને કાળ-કાળાન્તરથી આવા એકઠી થઈ છે, તેને આપણે નબળી શક્તિ વડે ધકેલી પાડવા જતાં આપણે પોતે જ પડી જઈશું અને એને તે કશું પણ કરી શકીશું નહિ. જાણું છું કે, બહારથી થતા અન્યાય અને અપમાન આપણું એવી પ્રકૃતિને ઉશ્કેરી મૂકે છે કે જે ઘા કરી જાણે, જે ધીરજ રાખી જાણે નહિ, જે પોતાને નાશ થવા છતાં પણ પિતાને પ્રયત્ન સફળ થયો માને. પણ એ અભિમાનને ગાંડપણને ટાળવા માટે આપણું અંતઃકરણમાં ગંભીર આત્મગૌરવ ગ્રહણ કરવાની ઉંડી શક્તિ ભારતવર્ષ શું આપણને આપશે નહિ ? જેઓ પાસે આવીને આપણને ઓળખવા ઈચ્છતા નથી, જેઓ દૂરથી આપણે તિરસ્કાર કરે છે એ સઘળા વાયે ફૂલેલાં ક્ષણજીવી વર્તમાનપત્રોની–પેલા વિલાયતના ટાઈમ્સના અથવા આ દેશના ટાઈમ્સ ઓફ ઈન્ડિયાની વાણીમાત્રના–અંકુશ ખાઈ આપણે આંધળા થઈને વિરોધને માગે દેડીશું ! એના કરતાં તે બીજી સાચી અમર વાણી આપણા પિતા પૂર્વજોને પવિત્ર મુખમાંથી શું નીકળી નથી ? જે વાણી દૂરનાને પાસે લેવાનું બોલે, જે વાણું પારકાને પિતાનાં કરવા બેલાવે, એ સર્વ શાન્ત ગંભીર સનાતન કલ્યાણવાણું આજે શું હારી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com