________________
ભારતધર્મ
ઈચ્છાવિરોધને દંડ લગાવી બળથી એકાકાર કરી શકાશે એવી કુમતિ પેદા થઈ છે. હું જે કરું તે બધાએ કરવું જ જોઇશે, હું જે બેલું તે બધાએ બોલવું જ જોઈશે એમ માનીને દેશના અભિપ્રાયમાં, ઈચ્છામાં અને આચારમાં જે ભેદ છે તેને બળાત્કારે અકાળ મૃત્યુને વશ કરવા એનેજ આપણે જાતીય ઐકય માની લીધું છે. આપણે સમાજ વિરુદ્ધ મતવાળાને પીડા કરે છે, છાપાંમાં ગમે તેવી ગાળો ભાડે છે, એટલું જ નહિ પણ માર મારીને ઠેકાણે લાવવાને ભય દેખાડે છે. તમે નક્કી માનજે ને મને તે એથી યે વધારે ખબર છે કે, એવા નનામા કાગળ આપણા દેશના અનેક લેકને વારંવાર મળે છે, અને દેશના પ્રવીણ માણસે પણ એ અપમાનમાંથી બચી ગયા નથી. અનેક મહાપુરુષોએ જગતમાં સામા પક્ષની વચમાં જઈને પિતાના મતને પ્રચાર કરતાં પ્રાણ સુદ્ધાં આપ્યા છે. આપણે પણ આપણો મત પ્રચારવાને બહાર નીકળ્યા છીએ; પણ એ સૌ સારાં દૃષ્ટાન્તને બાજુ પર મૂકી* કાળા પહાડને જ ગુરુ માની બેઠા છીએ.
પહેલાં જે કહી ગયું છું કે, જેમનામાં ચણવાની શક્તિ નથી, તેઓને માટે ભાગવું એ આપઘાત સમાન છે. હું પ્રશ્ન કરું છું કે, આપણા દેશમાં બાંધવાની એ શક્તિ કયાં આગળ છે? કઈ સૃજનશક્તિ આપણામાં અંદરથી કામ કરીને આપણને એક સૂત્રે બાંધી રાખે એમ છે? ભેદનાં લક્ષણ તે ચારે બાજુએ છે! પોતાનામાં જ જ્યારે ભેદભાવ બળવાન હોય ત્યારે કોઈ રીતે આપણે પિતાનું કામ કરવા ઉભા થઈ શકીએ નહિ. એમ જે આપણું કામ આપણાથી થાય નહિ ત્યારે તે બીજા આપણા ઉપર કારભાર કરે જ. એ સ્થિતિની તો કઈ રીતે ના પાડી શકાય નહિ. અનેક લેક એમ માને છે કે, પરાધીનતાને રેગ અંદરને નથી; માથું અંદરથી દુખતું નથી, પણ સરકાર માથાની ઉપર બોજારૂપ છે, તેથી માથું દુખે
* સંસારનાં બધા પ્રકારનાં બંધનો સામે યુદ્ધ મચાવનાર વ્યક્તિ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com