________________
રસ્તો ને રસ્તાનું ભાથું
ર૭૭
લેશે-આપણે તો નાયક, એટલે એંજીનમાં ચઢી બેસવાના. - આજ સુધી જે શાન્ત થઈને બેસી રહ્યા હતા તે પણ આજ ઉઠીને પ્રશ્ન કરે છે કે, ત્યારે શું બંગાળાની સમસ્ત પ્રજામાં આ જે ઉત્સાહ આવી ગયો છે તેનું કશું સારું ફળ નહિ થાય ?
નહિ થાય એ વાત હું કદી જ કહેતા નથી. ઉંઘતી શક્તિને જગાડી ઉઠાડવા માટે આજ ઉત્સાહની જરૂર હતી, પણ શક્તિને જગાડી બેઠી કરી, ઉભી કરી, ત્યાર પછી કરવું શું? કામ કરાવવાનું નહિ, માત્ર ગાંડાજ કઢાવવાનાં ઠંડા જીવને કામ કરાવવા જેટલા મદની જરૂર હોય, તેથી વધારે આપવાથી તેની કામ કરવાની શક્તિ ઉલટી નાશ પામે. જે સૌ કાચાં કામમાં ધીરજ અને ખંતની જરૂર છે એ કામમાં દારૂડીઆને ચિ થાય નહિ, એમાં એની શક્તિ ચાલે નહિ. એને તે દોડાદોડી ગમે ને કામને નામે એ કામનું સત્યાનાશ વાળી દે. એની રુચિ જ એવી છે. પોતાના નશાના ઘેનમાં આ જે ઉત્પાત મચાવી મૂકે એને એ દેશહિતનું નામ આપે અને ઉંચે સાદે ઉશ્કેરણી કર્યા કરે. હદયના આવેશને માત્ર અંતરમાંજ બાંધી રૂંધી રાખીએ ને જોઈતું કામ આપી બહાર નીકળવાને માગ આપીએ નહિ, તો એ આવેગ સડીને ઝેર થાય–તેની નકામી ચંચળતા આપણી નાડીમાં જોરથી ઉછળે અને આપણું કર્મસભાને નૃત્યસભા કરી મૂકે.
ઉંઘમાંથી ઉઠી પોતાની ચંચળ શક્તિ સાચી છે એમ અનુભવવા માટે ઉત્સાહના બળની આપણને જરૂર હતી. મનમાં નકકી કરી લીધું હતું કે, જન્માન્તરની સુકૃતિ અને જન્મકાળના શુભ ગ્રહસ્વરૂપ આપણું કહીન હાથ અંગ્રેજ સામે જેડીએ એટલે એ આપણું સૌ કામ પતેજ આપણુને કરી આપશે. વિધાતાએ આ વગર મહેનતે આપેલા સાભાગ્યને કદી પગે લાગતા ને કદી તેની સાથે ઝગડો કરી વખત ગુમાવતા. એમ કરતાં કરતાં જ્યારે સા લેક ઓફિસમાં જાય, ત્યારે આપણે ઘરમાં જઈને નિરાંતે ઊંઘ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com