________________
૨૭૨
ભારતધર્મ
ભાવનાએ દેશને ગાંડો કરી મૂકે છે. આપણે આજ આમ સમસ્ત દેશને આ મંત્ર આપીને ભૈરવીચકમાં બેસાડી દીધા છેઃ
पीत्वा पीत्वा पुनः पीत्वा यावत्पतति भूतले । उत्थाय च पुनः पीत्वा पुनर्जन्मो न विद्यते ॥
ધર્મ નહિ, કમ નહિ, કશી યેજના નહિ; માત્ર ભાવના ઉછાળા ને મત્તપણાની મૂર્તિ !
અનેકને ઇસારા કરી બોલાવ્યા, અનેકને સાદ કરી બોલાવ્યા, લેકનાં ટેળાં જોઈને આનંદ થયે, આશા પડી પણ કાર્યના ક્ષેત્રમાં એવું કશું બીજ વવાયું નહિ કે ઉપડી આવેલી શક્તિને માટે કશું સાર્થક જેવું ઉગી નીકળે. માત્ર ઉત્સાહજ આવવાથી કંઈ કામ થાય નહિ, કારણ કે કામ તે આપ્યું નહિ. ભૂખ ઉઘડી હોય તે વેળાએ ખાવાનું ન મળે તે રોગ થાય. મનમાં માન્યું કે ઉત્સાહથી માણસ નિર્ભય બને, એથી કાર્યક્ષેત્રમાં આવતાં વિને ઓળંગી શકે; પણ એમ થેકડા મારી મારીને વિદને ઓળંગવાના ઉત્સાહથીજ કંઈ સૌ કામ થઈ જાય નહિ. બુદ્ધિ સ્થિર રાખીને વિચાર કરવાની શક્તિ અને કામની
જના કરવાની શક્તિ એજ વધારે ઉપયોગની છેબેશક, દારૂડીઓ હાથમાં તલવાર લઈને ખૂન તો કરી શકે, પણ કરીને યુદ્ધ કરી શકે નહિ. યુદ્ધમાં કશે ઉન્માદ જ હોતે નથી, એમ તે નથી, પણ એ ઉન્માદને ઠંડું મગજ વશ રાખી ચલાવે છે. એવી ઠંડા મગજવાળા દૂરદર્શન કર્મોત્સાહી પ્રભુને આજે આ ઉશ્કેરણીના દિવસે માં દેશ શોધે છે, બોલાવે છે; પણ દેશના દુર્ભાગ્યને કારણે એને સાદ એવા વિરને પહોંચતું નથી. આપણે તરફ જે દેડી આવ્યા છે તે તે મઘના પાત્રમાં માત્ર મઘ જ રેડયા જાય છે, એંજીનમાંથી વરાળ છૂટયા જાય છે. જ્યારે પ્રશ્ન ઉઠે છે કે, એ એંજીનને માટે રસ્તો સીધા કરીને પાટા બેસાડવાની ગોઠવણ કરીએ, ત્યારે આપણે ઉત્તર દઈ દેવાના કે, એ રગડે કામ કરવા માટે માથું દુખાડવાની જરૂર નથી–એ તે વખત આવ્યે એની મેળે થઈ રહેશે, મજૂરનું કામ મજૂર કરી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com