________________
*:
ભારતધર્મ *
ક્રોધના આવેશમાં તપસ્યા ઉપર વિશ્વાસ પડે નહિ; એને નકામી ગણું કાઢે, પિતાના કાજમાં અંતરાયરૂપ માનને ધૂતકારી કાઢે, ઉત્પાત કરીને એ તપસાધનાને હલાવી નાખે ને તેને વિફળ કરી નાખવાના પ્રયત્ન કરે. ફળને પાકવા દેવા જે ધીરજ જોઈએ તેને એ આળસ માને, ઝડપ દઈને કાચા ફળને તેડી પાડવામાં જ પુરુષાર્થ માને, એ તો માને કે માળી બિચારે ઝાડના મૂળમાં પાણી રેડે છે, કારણકે ઉપર ચઢીને ફળ તોડી લેવા જેટલું એનામાં સાહસ નથી, બિચારે નબળો છે; એવી સ્થિતિમાં એ માળી ઉપર રાગ કરે ને પાણી રેડવાના કામને નકામું ગણે કે આળસ ગણે. ઉશ્કેરાયેલી દશામાં માણસ પોતાની સ્થિતિનેજ જગતમાં સૌથી વધારે સાચી માને, જ્યાં એ સ્થિતિ ન હોય ત્યાં એને કશી સાર્થકતા દેખાય નહિ.
પણ ચીણગારીમાં ને દીવામાં જે ફેર છે, તે જ ઉશ્કેરાયેલી દશામાં ને શક્તિમાં ફેર છે. ચકમક પછાડવાથી જે ચણગારી પેદા થાય તેથી કંઈ ઘરમાંથી અંધારું જાય નહિ. તેની સામગ્રી જેમ નાની, તેમ તેનું ફળ પણ નાનું. દિવો કરવો હોય તે કેડીઉં લાવવું પડે, રૂ લાવી દીવેટ કરવી પડે, તેમાં તેલ પૂરવું પડે અને દીવાસળી ઘસી દી. કરવો પડે. જોઈતું ખર્ચ કરીએ ને જોઈતી મહેનત કરીએ, ત્યારે દીવો થાય ને ઘરને અજવાળાય. દીવાને માટે આટલી બધી સામગ્રી તૈયાર કરીએ નહિ, માત્ર ચકમકના પથરા ઠેકાઠેક કરવા માટે દોડાદોડ કરી મૂકીએ, તણખા છૂટયે કામ સિદ્ધ થયું માની આનંદે ગાંડાતુર થઈ જઈએ, એવી સ્થિતિ થાય ત્યારે નકકી માનવું પડે કે, એથી કંઈ ઘરમાં દીવો સળગવાને નથી, પણ વખતે આખું ઘર સળગી ઉઠવાનો સંભવ છે.
પણ શક્તિને સસ્તે મૂલ્ય ખરીદવા માટે માણસ ઉશ્કેરાઈ જાય. એને ખબર નથી કે, માલ એ મળે ખરે, પણ એ એવો તે તકલાદી છે, કે ફરી ફરીને ખરીધે તેને પાર આવવાનો નથી ને મૂલ્ય આપી આપીને થાકી જવાશે;
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com