________________
રાજભક્તિ
૨૪૫ ઉતારવાનું અને ત્યાંથી જીવનના વ્યવહારમાં ઉતારવાનું તવ છે. આપણે પિતામાતાને દેવ માનીએ છીએ, સ્વામીને દેવતા માનીએ છીએ, તેમજ સતી સ્ત્રીને લક્ષમી માનીએ છીએ. ગુરુજનની પૂજા કરીને ધર્મને સંતોષીએ છીએ. એનું કારણ એ કે, જે કઈ પણ સંબંધમાંથી આપણે મંગળ પ્રાપ્ત કરીએ છીએ, તે સઘળા સંબંધોની અંદર આપણે આદિમંગળશકિતને જોઈએ છીએ. આ સર્વ સંબંધ થી છૂટીને દૂર દૂર સ્વર્ગમાં મંગળમયની સ્થાપના કરી તેની પૂજા કરવી એ ભારતવર્ષને ધર્મ નથી. પિતામાતાને
જ્યારે આપણે દેવ કહીએ, ત્યારે આપણે બેટી રીતે એમ માની નથી લેતા કે, તેઓ વિશ્વભુવનના ઈશ્વર છે અથવા તેમનામાં અલૌકિક શક્તિ છે. તેઓ મનુષ્ય છે એ તે આપણે ખરેખાતજ સ્વીકારીએ છીએ, તે પણ એ ય ખરેખાતજ માનીએ છીએ કે, જેઓ પિતામાતાસ્વરૂપે આપણું કલ્યાણ કરે છે, તેઓ જગતના પિતામાતાના પ્રતિનિધિરૂપે આપણું સાથે સંબંધ રાખે છે. ઇંદ્ર, ચંદ્ર, અગ્નિ અને વાયુને વેદમાં જે દેવતા માન્યા છે, તેનું કારણ પણ એ જ છે. શકિતમાનની શક્તિમાં ભારતવર્ષ સદા સત્તાને અનુભવ કરે છે, એ જ કારણે વિશ્વના જુદા જુદા હેતુમાં જુદે જુદે પ્રકારે ભકિતએ નમ્ર બની ભારતવર્ષ પૂજા કરી રહ્યો છે. જગત આપણું સામે સર્વદા દેવશક્તિથી સજીવ દેખાય છે.
આપણે દીનતાથી પ્રબળની પૂજા કરીએ છીએ, એ વાત કેવળ ખોટી છે. બધા જાણે છે કે, ભારતવર્ષ ગાયની પૂજા કરે છે. ગાય પશુ છે એમ એ જાણતા નથી એવું તે નથી. માણસ બળીઓ છે ને ગાય બિચારી છે, એ પણ એ જાણે છે. આમ છતાં ભારતસમાજ ગાયની પાસેથી અનેક પ્રકારે લાભ પામે છે, એ લાભ માણસ પશુ પાસેથી પિતાના બળ વડે લઈ શકે છે, પણ ભારતવર્ષમાં એ ઉદ્ધતાઈ નથી. સર્વ મંગળનું મૂળ જે દૈવ તેની કૃપાને પ્રણામ કરીને સર્વની સાથે સ્નેહસંબંધ જેડીએ તેજ બચી શકાય. કારીગર તેના ઓજારને નમસ્કાર કરે, યોદ્ધો તેની તલવારને નમ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
www