________________
રસ્તો ને રસ્તાનું ભાથું
ગુફામાં ભરાઈ રહેલી નદીની ધારા અકસ્માત છૂટે તેમ, વિશ્વની યાત્રાએ જવા બહાર નીકળી પડી અને તેમાંની એક શાખા વેદમંત્રને ઉચ્ચાર કરતી કરતી આવીને જે દિવસે ભારતવર્ષની અરણ્યછાયામાં યજ્ઞને અગ્નિ સળગાવી બેઠી, તેજ દિવસથી આય–અનાર્યનાં ઈતિહાસે જે વિશાળ ગાન ગાવાં શરૂ કર્યા છે, તે પૂરાં થતા પહેલાં જ શું આજ અટકી પડશે? એને શું વિધાતા છોકરાંનાં રમવાનાં રેતીનાં ઘરની પેઠે અકસ્માત્ ભાગી નાખશે ? ત્યારપછી આજ ભારતવર્ષમાંથી છૂટેલા બૌદ્ધ ધર્મના મિલનમત્રે, કરુણાજળ ભર્યા ગંભીર મેઘની પેઠે ગાજી ઉઠી, એશિયાના પૂર્વસાગર સુધીના સમસ્ત મંગેલિયન લોકોને જગાવી મૂક્યા, અને બ્રહ્મદેશથી માંડીને દૂરદૂર જાપાન સુધીના જુદી જુદી ભાષામાં જુદા જુદા લેહીના લોકને ધર્મ સંબંધે ભારતવર્ષની સાથે જોડ્યા; ભારતક્ષેત્રમાં એજ મહાશક્તિને અભ્યદય શું કેવળ ભારતને જ માટે વગર પરિણામ આવે સમાપ્ત થઈ જશે ? ત્યાર પછી એશિયાને પશ્ચિમકાંઠે દેવબળની પ્રેરણાએ માનવીની બીજી એક મહાશક્તિ ઉંઘમાંથી જાગી ઉઠીને, એકતાને મંત્ર લઈ દારુણ વેગે પૃથ્વીના પટ ઉપર ફરી વળી, એ શક્તિ વિધાતાએ ભારતમાં માત્ર બોલાવી આવ્યું છે, એટલું જ નહિ પણ તેમને અહીં કાયમનું ઘર કરી આપ્યું છે. આપણું ઈતિહાસમાં શું આ માત્ર આકમિક ઉત્પાતજ છે? એમાં શું કશા નિત્ય સત્યનું લક્ષણજ નથી? ત્યાર પછી યુરેપના મહાક્ષેત્રમાંની માનવશક્તિ પ્રાણને બળે, વિજ્ઞાનને કૌતુહલે, ધનની વાસનાએ જ્યારે ઘરમાંથી બહાર નીકળી પડી ને વિશ્વને માર્ગે ચાલી, ત્યારે એની પણ એક પ્રબળ દ્વારા ભારતમાં આવી અને વિધાતાના વિધિએ એણે આપણને લાત મારી જગાડી દીધા. બૌદ્ધધર્મનું પૂર ઓસરી ગયા પછી દેશમાં જુદા જુદા ધર્મની કાંટાની વાડે ઝટાઈ દેશના ટુકડે ટુકડા થઈ ગયા હતા, તે અવસરે શંકરાચાર્યે આ સર્વ ટુકડાઓને એક કરવાના સમર્થ પ્રયત્ન કર્યા અને વળી ફરી ભારતવર્ષનું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com