________________
૨૬ર
ભારતધર્મ
નક છે
,
લોક જ્યારે ખરી રીતે જોઈ શકશે કે અધર્મને પગાર આપીને રાખવાથી એ કંઈ એક પક્ષની ગુલામીગીરીએ બાંધે પ રહેશે નહિ; એ તે પિઠે એટલે બન્ને પક્ષના પૈસા વારાફરતી ખાઈ જઈ બન્ને પક્ષને વારાફરતી પીડા આપ્યા કરશે, ત્યારે એની સહાયતા ઉપરથી વિશ્વાસ ઉઠી જશે ને દુઃખમાં આવી પડેલા બંને પક્ષે એકઠા મળીને તેને હાંકી કાઢશે. એ રીતે જ ધર્મરાજ દારુણ યુદ્ધમાંથી ધમને વિજયી બનાવી બચાવી લે છે. અને એ કામ પૂરું નહિ થાય ત્યાંસુધી સંદેહની સામે સંદેહના, દ્વેષની સામે શ્રેષના, કપટનીતિની સામે કપટનીતિના સંગ્રામમાં માનવસમાજ બળતો જ રહેશે.
ત્યારે, અત્યારે દેશના તપી ગયેલા લેકને કશી પણ વાત કહેવી હોય, તે પ્રજનની દિશાએજ ઉભા રહીને કહેવી જોઈશે. તેમને એ વાત બરાબર સમજાવવી જોઇશે કે, પ્રયોજન ગમે એટલું ભારે હશે તો પણ સીધા રસ્તે જવાથીજ કામ સરશે. કેઈ ટુંકે રસ્તે પતાવી દેવા જતાં એ રસ્તે ભુંડો હોવાથી ઠોકર ખાઈ બેસશે, ને કામ સમૂળું કથળી જશે. આપણું ઉતાવળને કારણે જગતમાં માર્ગ પણ પિતાને કે કરી દે નહિ, સમય પણ પાસે આવી જાય નહિ અને ઉતાવળે આંબા પાકે નહિ.
દેશનું હિતવિધાન કેવડું મોટું છે, એની અગણિત શાખાઓ કેટલા કેટલા વિસ્તારે વિસ્તરી છે એ વાત આપણે પ્રસંગને વશ થઈ જઈ ભૂલવાની નથી. ભારતવર્ષ જેવા અનેકરંગી ને વિરોધે ભરેલા દેશમાં તો આ કોયડો વળી વધારે ગુંચવણભર્યો હોય એ સ્વાભાવિક જ છે. ભગવાને આપણું ઉપર એવડે મેટે કર્મને ભાર મૂક્યો છે. આપણે એવડા મોટા ગુંચવાયેલા જાળાની લાખે ગાંઠે છેડવાને આદેશ લઈને અવતર્યા છીએ કે તેનું માહાસ્ય ભૂલી જઈને ક્ષણવાર પણ આપણે ચંચળ થવું ન ઘટે. આદિકાળથી જગતમાં જેટલી જેટલી મટી શક્તિઓના પ્રવાહ વહી નીકળ્યા છે, એ સ ભારતવર્ષમાં આવી મળ્યા છે. ઈતિહાસ રચાતા પૂર્વેના કાળમાં કે ગૂઢ કારણથી ધકકેલાયેલી આ જાતિ, પર્વતની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com