________________
ભારતધર્મ *
ગારવ શોભાવ્યું. પછી વળી જ્યારે દાર્શનિક જ્ઞાનની સાધનાને કારણે ભારતવર્ષના જ્ઞાની–અજ્ઞાની, અધિકારી-અનધિકારી તૂટી છૂટી પડવા લાગ્યા ત્યારે ચૈતન્ય, દાદુ, કબીર વગેરે સંતોએ ભારતવર્ષના જુદા જુદા પ્રદેશની જાતિઓની ફાટને, ધર્મની ફાટને સાંધવા માટે ભક્તિને પરમ સુંદર અમૃતરસ રેડ્યો. ભારતવર્ષના માત્ર હિંદુસમાજની ફાટે સાંધવા તેમાં પ્રેમને રસ તેમણે રેડ છે, એટલું જ નહિ પરંતુ ભારતવર્ષના હિન્દુ-મુસલમાન એ બે મોટા ધર્મ વચ્ચે રહેલા સમુદ્ર ઉપર તેમણે પૂલ બાંધ્યા છે. ત્યારપછી પણ આજસુધી ભારતવર્ષ હાથપગ જોડીને બેસી રહ્યો છે એવું નથી. ત્યારપછી પણ રાજા રામમોહન રાય, સ્વામી દયાનંદ, કેશવચંદ્ર સેન, રામકૃષ્ણ પરમહંસ, વિવેકાનંદ, શિવનારાયણ સ્વામી વગેરે અનેક મહાપુરુષોએ અનેકતામાં એકતા તથા ક્ષુદ્રતામાં મહત્તા સ્થાપવાને માટે પિતાનાં જીવનની સાધના ભારતવર્ષને સોંપી છે. અતિ પ્રાચીન કાળથી આજ સુધી ભારતવર્ષને આ એક એક અધ્યાય ઈતિહાસનાં વિખેરાઈ પડેલાં ગપ્પાં નથી, પણ સમસ્ત ઘટનાઓ એક અખંડ દોરીએ ગૂંથાયેલી છે–એને સ્વમની પેઠે ઉડાવી દેવાની કોઈની તાકાત નથી-એ બધી ઘટનાઓ આજ સુધી જીવંત છે. સંધિ હોય કે વિગ્રહ હોય, તો પણ એ બધા વચ્ચે થઈને એ ઘટનાઓ ઘડીમાં લાડ લડાવી, ઘડીમાં લપડાક મારી, વિધાતાની વિધિ પ્રમાણે પિતાની રચના આજ સુધી રચતી આવી છે. પૃથ્વીના બીજા કે દેશમાં આવી મટી રચનાની સામગ્રી એકઠી થઈ સાંભળી નથી. આટલી જાતિઓ, આટલા ધર્મ, આટલી શકિત બીજા કે તીર્થક્ષેત્રમાં એકઠી થઈ સાંભળી નથી. ઠેઠ સુધીની આવી ભિન્નતા અને વિચિત્રતાને ભવ્ય એકતાએ બાંધી રાખી વિરોધમાં પણ એકતાના આદર્શને પૃથ્વીમાં વિજય કરાવવા વિધાતાને આ વિધિ બીજે ક્યાંય સંભળા નથી. બીજે બધે માનવી ભલે રાજ્ય વિસ્તારે, વેપાર વધારે, પ્રતાપ વધારે–ભારતવર્ષમાં તે માનવી કઠણ તપસ્યા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com