________________
૨૬૦
ભારતધામ
જાણીએ છીએ એમ બોલવું જૂઠું છે; એ તે ક્યારનું ય સાબિત થઈ ગયું છે. તેથી વિપ સંભવ કબૂલ કરીને પણ આપણે કામ તે કરવું જ જોઈશે. જવાબદારી લીધા વિના માત્ર ટુંકાં ટુંકાં-છૂટાં છૂટાં વાક્યો બેન્ચે સંકટ સાચી રીતે દૂર થાય નહિ. આજ તે સાચું જ બોલવું જોઈશે.
આજે દેશના લોકોને વિના કપટે દેશના હિતને કારણે સાફ સાફ કહેવું જોઈશે કે, સરકારને રાજવહીવટ ગમે તે રસ્તે જતો હેય, અને ભારતવર્ષમાંના અંગ્રેજોના આપણા તરફના વહેવારથી આપણું મન ગમે એટલાં લેવાતાં હોય, તે પણ આપણી જાતને ભૂલી જવી એ આત્મઘાત છે; એમાંથી બચવાનો માર્ગ નથી.
આ સ્થિતિમાં સરકારને ધર્મનાં વા શાસ્ત્રમાંથી કાઢી બતાવવાં, એ પણ મિથ્યા છે. કારણ કે રાજનીતિમાં ધર્મનીતિને સ્થાન છે એમ જે માણસ જાહેર કરે તેની લેક મશ્કરી કરે ને કહે કે, ગમે તે એને વસ્તુસ્થિતિનું ભાન નથી કે ગમે તે એને નીતિને વાયુ લાગે છે. જરૂર પડયે બળીઓ પક્ષ માને કે કામની આડમાં ધમને લાવે છે તે કામ બગાડવા બરાબર છે, અને એના દાખલા તે પશ્ચિમના ઇતિહાસમાં પાને પાને મળી આવશે; એમ છતાં પણ જરૂર પડયે નબળાને ધર્મ માનવાને ઉપદેશ દેવાય, તે એ ઉશ્કેરાઈને કહી દેશે કે ના, એ તે તમે ધર્મને નામે ભય બતાવે છે.
થોડા વખત અગાઉ જે બોર વિગ્રહ થઈ ગયો છે તેમાં ધર્મબુદ્ધિને અનુસરીનેજ વિજયલક્ષ્મીએ જીતનારને માળા નથી પહેરાવી, એમ કઈ કઈ ધર્મથી ડરનારા અંગ્રેજ કહેવા લાગ્યા છે. યુદ્ધના સમયમાં શત્રુઓને બીવરાવવા અને કાયર કરવા માટે તેમનાં ગામગામડાં ભાંગી નાખવાં, ઘરબાર બાળી મૂકવાં, ખાવાપીવાનું લૂંટી લઈ વગરન્યાયે અનેક નિરપરાધ નરનારીને નિરાધાર કરી મૂકવાં-એ બધું યુદ્ધનું અંગ ગણાય છે. લશ્કરી કાયદાને અર્થ જ એ છે કે, જરૂરને પ્રસંગે ન્યાયબુદ્ધિને મહું વિશ્વ માનીને તેને દેશ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com