________________
૨૫૮
ભારતધર્મ
બળતરા એક સાંકડા ઠામમાં ઘેરાઈ રહે નહિ, પ્રકૃતિભેદથી એ છે વત્તે અંશે આપણે સૌએ જે બળતરા અનુભવી છે ને બહાર કાઢી છે, તે જે તેના ઠામમાંથી ઉભરાઈ બહાર નીકળી પડે અને તેને પરિણામે ગુપ્ત વિપ્લવની આવી અદ્ભુત તૈયારીઓ થાય, તો તેની જવાબદારી ને દુઃખ બંગાળીમાત્રે સ્વીકારવું જોઈએ. તાવ જ્યારે આખા શરીરમાં પેઠે હોય છે ત્યારે વખતે કપાળ કરતાં હાથ ઠંડા હોય, પણ મોત આવીને હાથ પકડે ત્યારે હાથ પોતે સાધુ થઈને બેસે ને કપાળનેજ સર્વનાશનું કારણ ઠરાવી ફરિયાદ કરે; એથી પોતે કંઈ નિર્દોષ ઠરી જાય નહિ. આપણે શું કરીએ, શું કરી શકીએએ ન સૂઝે ત્યારે આપણા મનની આગ ધુંધવાઈ ઉઠે, એ આગ સ્વભાવને લીધે લીલાં લાકડાંમાં ધુણીના ગોટા ઉઠાવે, અને સૂકાં લાકડાંમાંથી ભડકા કાઢે એ સમયે ઘરમાં પડેલું ઘાસતેલ ડબાની સત્તા સહન ન કરવાથી તોડીને ભયંકર કામ કરી બેસે.
એ તે ગમે તે થયું, કાર્યકારણના પરસ્પર વેગથી પરસ્પરની વ્યાપ્તિ ગમે તેવી રીતે બની, પણ એ બધા તક છોડીને અગ્નિ જ્યારે ભભૂકીજ ઉઠયે છે, ત્યારે તેને હેલવવાની તજવીજ પ્રથમ કરવી એમાં તે કોઈને પણ મતભેદ ચાલશે નહિ.
વળી કારણ દેશમાંથી દૂર થયું નથી; લેકનાં મન ઉશ્કેરાઈ ગયાં છે, અને એટલાં તીવ્ર રીતે ઉશ્કેરાઈ ગયાં છે કે જે સૌ ભયંકર બનાવે આપણને અસંભવિત લાગતા તે પણ બનવા લાગ્યા છે. વિરોધબુદ્ધિ એટલી ઉંડી અને એટલા વિસ્તારમાં વ્યાપી ગઈ છે કે, કારભારીઓ તેને ઠામઠામથી બળ વડે કાઢવાનો પ્રયત્ન કરે તે પણ એને પાર આવે નહિ, એટલું જ નહિ પણ એથી તે એને બળવાન અને પ્રચંડ કરી મૂકે.
આજને સંક્રટસમયે રાજપુરુષેએ શું કરવું જોઈએ, એ બાબતને આપણે વિચાર કરીએ, તે તેઓ તે ઉપર શ્રદ્ધા રાખીને સાંભળશે એ ભરોસે નથી. તેમની દંડ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com