________________
રસ્તો ને રસ્તાનું ભાથું
પાર કરી દેવી અને વેર લેવાની માણસની પ્રકૃતિને મોકળી કરી દઈ પિતાનું પ્રયોજન સાધવામાં પશુવૃત્તિ ઉપર મુખ્ય આધાર રાખે. મ્યુનિટિવ પિલીસ મૂકીને સમસ્ત નિરાધાર લોક ઉપર બળ કરીને ભાર લાદવાનું વિવેક વિનાનું જંગલીપણું પણ એનું જ છે. એ બધા ઉપરથી જે એમ સાબિત કરવામાં આવે છે કે, રાજકાજમાં ચેખા ન્યાયધર્મથી સ્વાર્થ સાધી શકાતું નથી.
યુરેપની એ અવિશ્વાસી રાજનીતિએ આજ સમસ્ત પૃથ્વીની ધર્મબુદ્ધિમાં ઝેર ભેળવી દીધું છે. એવી સ્થિતિમાં જ્યારે અમુક પ્રસંગે અમુક કારણે કઈ પરાધીન જાતિ અચાનક પોતાની આધીનતાની ભયાનક મૂતિને જોઈ રમે રેમે દુઃખી થઈ ઉઠે અને ઠેર ઠેર અપમાન પામી પિતાને નિરાધાર દેખી તપી ઉઠે, ત્યારે તેમાંનું એક દળ અધીરૂં બની જાય, છુપા માર્ગ લે, ધર્મબુદ્ધિ સામે કર્મબુદ્ધિ પણ બેઈ બેસે, ન કરવાનું કરી બેસે તે વખતે દેશના હિલચાલ કરનારા ને ભાષણ કરનારા ઉપર બધી જોખમદારી ઢળી પાડવી, એ અગ્ય જ ગણાય.
એવે સમયે જે લોકોએ, દેશહિત સાધવાને માટે માત્ર છુપા રસ્તા જ ખુલ્લા રસ્તા છે એમ માની લીધું હોય, એવા લેકેને ગાળો ભાંડવાથી કંઈ ફળ ન આવે; તેમને ધર્મને ઉપદેશ આપવા જતાં તે તેઓ મશ્કરીમાં ઉડાવવાના. આ યુગમાં જ્યારે રાજનીતિ સામે ધર્મ બિચારે લાચાર થઈને ખુલ્લી રીતે બેસી પડે છે, ત્યારે તે એવી સ્થિતિમાં ધર્મનાશનું જે દુઃખ તે સૌ લેકને જુદે જુદે રૂપે ભેગવવું પડશે જ; રાજા કે પ્રજા, પ્રબળ કે દુબળ, ધની કે શ્રમી કઈ પણ એમાંથી છૂટી શકશે નહિ. રાજા પણ સ્વાર્થ સાધવા પ્રજાને અનીતિથી ઘા કરશે ને પ્રજા પણ સ્વાર્થ સાધવાને રાજાને અનીતિથી ઘા કરવાના પ્રયત્ન કરશે, અને જે ત્રીજા વર્ગના લેક આ બધી ગડમથલમાં સીધી રીતે વણાયા નથી, તેમને પણ અનીતિઓ ઘસાતા બે પક્ષમાંથી દેવતા ખરશે તેથી દાઝવું પડશે. આમ સંકટમાં આવી પડેલા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com