________________
રસ્તે ને રસ્તાનું ભાથું
૨૫૫
ની ભૂલ ના કરી બેસીએ. તીવ્ર વાકયથી ચંચળતા વધારવાના, ભય વડે સત્યને કઈ રીતે દબાવી દેવાના પ્રયત્ન થશે; માટે આજ હૃદયને આવેશ દેખાડવાની લાલસાને દબાવી રાખી શાન્તભાવે જે હાલના બનાવ સંબંધે વિચાર કરીશું નહિ, સત્યને બહાર કાઢી તેને પ્રચાર કરીશું નહિ, તે આ પણ વિવેચને માત્ર વ્યર્થ જશે; એટલું જ નહિ પણ એમાંથી પરિણામ પણ ભુંડું આવશે.
આપણે નબળા, એટલે આ સંકટના સમયમાં બેહદ આતુર થઈ જઈ દેડી આવી મોટેથી બૂમ પાડવાનું મન થઈ જાય કે “અમે તે એમાંના નહિ; એ તો માત્ર અમુક લેકનું જ કામ છે, એ અન્યાય અમુક લોકો જ છે; અમે તે પહેલાથી જ કહેતા આવ્યા છીએ કે, એ બધું કંઈ સારું નથી; અમે તે જાણતા હતા કે આવું બનશે.”
કઈ ખરાબ પ્રસંગ બને ત્યારે આવી નહિ શેભતી ઉત્કંઠાથી પારકાના સૂરમાં સૂર મેળવવા અને પોતાની સુબુદ્ધિ માટે અભિમાન લેવું એમાં તો આપણી નિર્બળતાજ તરી આવે છે, અને એટલા માટે આપણે શરમાવું ઘટે છે. વળી આપણે બળીઆની સત્તા તળે છીએ એટલા માટે રાજપુરુષ રાગ કરે, ત્યારે બીજાને ગાળ દઈ પોતે સારા માણસોના ટોળામાં પેસી જવાની તજવીજ કરવી તેથી તે આપણામાં એક પ્રકારની અધમતા આવે; માટે આવી સ્થિતિમાં હદમાં રહીને ઉત્સાહ દેખાડવો એમાંજ માલ છે, હદ છોડવામાં માલ નહિ.
વળી જેમણે અપરાધ કર્યો છે, જેઓ પકડાઈ ગયા છે, નિય રાજદંડ જેમના ઉપર ચઢી બેઠે છે, તેમના ઉપર વિચાર કર્યા વિના તીખા થઈ ઉઠવું ને કહી નાખવું કે એ લેક ભુંડા છે; એ તે માત્ર બાયલાનેજ શેભે. તેમને ન્યાય જેમના હાથમાં છે તેઓ સજા કરતાં દયા–મમતાને કારણે પાછું વાળી જુએ એવા નથી. આપણે આગળ પડીને એમના સૂરમાં સૂર મેળવીએ આપણા બીકણ સ્વભાવની નિર્દયતાજ ઉઘાડી પડે. બનાવ ગમે એટલા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com