________________
૪૪
ભારતધર્મ
કર્ઝને આડંબર દેખાડવાને માટેજ જાણી જોઈને ડયુક ઓફ કેનેટને દરબારમાં હાજર રાખ્યું હતું. આપણે વિલાયતી કાયદે તે જાણતા નથી, પણ દરબાર વસ્તુ જ જ્યારે પૂર્વ દેશની છે, ત્યારે તે એ હેતુએ ભરેલા દરબારમાં ઉઘાડી રીતે રાજવંશનું અપમાન કરવું એ તે રાજનીતિ પ્રમાણે પણ ઘટતું નથી.
ગમે તેમ છે, પણ રાજભક્તિ ઉપજાવવાને માટે એક વાર રાજપુત્રને સમસ્ત દેશમાં ફેરવવા એ ઠીક થઈ પડશે, એવી સલાહ પહેલાં થઈ હેવી જોઈએ. પણ ભારતવર્ષને અંગ્રેજ તે હૃદયને કારભાર કદી યે કરતા નથી, તેઓ તે આ દેશને કદી હદય આપતા પણ નથી, દેશનું હૃદય કયાં છે તેની પણ ખબર રાખતા નથી. એમણે તે રાજપુત્રનું ભારત વર્ષમાં આવવું જેટલું ઓછું સફળ થાય એ પ્રમાણે કર્યું. આજે રાજપુત્ર ભારતવર્ષની ધરતી છેડી વહાણે ચઢી ચાલતે થયે છે ને આપણું મનને થાય છે કે, એક સ્વપ્ન ઉડી ગયું-જાણે નાનાં છોકરાંની રાજપુત્રની વાત પૂરી થઈ. કશું ય થયું ના, મનમાં રાખવા જેવું કશું ય રહ્યું ના, જેવું હતું તેવું પાછું બની ગયું.
ભારતવર્ષ પ્રકૃતિથી જ રાજભક્ત છે, એ વાત સાચી. હિંદુ ભારતવર્ષની રાજભક્તિમાં કંઇક વિશેષત્વ છે. હિંદુઓ રાજાને દેવતુલ્ય માને, રાજભક્તિને ધર્મસ્વરૂપ માને; પશ્ચિમના લેક એ વાતને મર્મ જાણે ના. તેઓ તે એમ જ સમજે કે બળીઆની સામે શિર નમાવવું એ તે આપણે દીનહીન સ્વભાવ જ છે.
સંસારના સંબંધે દેવ સંબંધ છે, એમ હિન્દુઓ માને છે. હિન્દુઓને હિસાબે કશું ય અકસ્માત નથી, કારણ કે તેઓ સમજે છે કે આપણી સામે જે આ વિચિત્ર જુદી જુદી લીલાઓ દેખાય છે તે સૌની મૂળશક્તિ એક જ છે. હિંદુને હિસાબે આ માત્ર દાર્શનિક તત્વ જ નથી, પણ ધર્મ છે, એ માત્ર પિથીમાંનાં રીંગણ નથી, અને કેલેજોમાં શીખવાની પુસ્તકબાજી નથી-એ તે જ્ઞાનની સાથે સાથે હૃદયમાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com