________________
૧૪૮
ભારતધર્મ
પણ માનવીના હાથમાં નથી.
ભારતવર્ષની પ્રજાના હૃદયમાં આજે રાતદિવસ કલેશ થયા કરે છે, એને કંઈક સાત્વના આપવા માટે જ રાજપુત્રને અહીં લાવવામાં આવ્યું હતું. આપણને દેખાડવામાં આવ્યું છે કે, અમારે પણ રાજા છે, પણ ઝાંઝવાના જળથી તે સાચી તરસ છીપતી હશે ?
ખરેખ તે આપણે રાજશક્તિને નહિ, પણ રાજહૃદયને અનુભવ કરવા, પ્રત્યક્ષ રાજાને આપણું હૃદય અર્પ ણ કરવા ઈચ્છીએ છીએ. અમારાં જાનમાલનું રક્ષણ થયું એટલે કૃતાર્થ થયા એમ, હે રાજસ્વામી! માનતા ના. તમે અમારી અવજ્ઞા કરી છે માટે જ તમે બેલી શકે છે, એ લેક શાંતિમાં તે છે, ત્યારે એમને બીજું જોઈએ શું? નકકી જાણજો કે, હૃદય વડે માણસના હૃદયને સંબંધ જોડાય તે પોતાની ખુશીથી જાનમાલ તે હેમી શકાય, ભારતના ઈતિહાસમાં એનાં પ્રમાણ છે. માણસ શાન્તિથી ધરાતે નથી, એને તૃપ્તિ જોઈએ છે, અને દૈવ અમારા વિરુદ્ધ ભલેને રૂડ હેય, પણ અમેય પુરુષ છીએ! અમારી ભૂખ મટાડવાને અમને સાચેસાચ અનાજની જરૂર છે; બીજા કશાથી અમારું હૃદય વશ થશે નહિ.
દેવ હો કે મનુષ્ય હો, લાટ છે કે જૈક હે, જ્યાં કેવળ પ્રતાપ દેખાડવામાં આવે, બળનું પ્રદર્શન થાય ત્યાં બહી જવું, નમી પડવું વગેરે જે આત્માનું અપમાન એ તે બીજું કશું જ નહિ, પણ ખુદ ઈશ્વરનું અપમાન થયું સમ જવું. હે ભારતવર્ષ ! એને ઠેકાણે તું તારા પુરાતન ઉદાર અભય બ્રહ્મજ્ઞાનને બળે એ સૌ લાંછનેની ઉપર તારું માથું ટટાર રાખ–એ બધાં મોટાં મોટાં નામ ધારણ કરીને આવતાં અસત્યને તારા અંતઃકરણમાંથી દૂર કર, ખોટા ખોટા વેશ પહેરીને એ બધી બલાઓ આવે એનાથી ડરી જતે ના. તારા આત્માની દિવ્યતા, ઉજજવળતા અને પરમ શક્તિની પાસે આ સૌ ઢલવાજ, આ સી ઉંચા પદનાં અભિમાન, આ સૌ રાજકારભારના આડંબર નાના બાળકના તુરછ ખેલા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com