________________
રાજભક્તિ
૨૪૧
તેથી આપણે આંખ અંજાઈ જાય, હૃદય પણ કંપી જાય, પણ રાજા પ્રજામાં કંઇ અંતરનું બંધન થાય નહિ-ઉલટ ભેદભાવ વધી જાય.
ભારતવર્ષનું નસીબ એથી બીજું હેઈ શકે નહિ. કારણ કે અહીંના રાજ્યસન ઉપર જે બેસે છે તે તે ચાર દિવસના ચાંદરણુ જેવા. અને અહીંની રાજસત્તા એવી જોરાવર છે કે ખુદ ભારતસમ્રાટની પણ એવી નથી. ખરી રીતે ઈંગ્લાંડમાં તે રાજ્ય કરવાને જેગ કેઈનેય નથી, કારણ કે ત્યાં પ્રજા સ્વતંત્ર છે. ભારતવર્ષ તાબાને મુલક છે, એ એમને મુંબઈને કાંઠે પગ મૂકતાં જ સમજાઈ જાય છે. તેથી આ દેશમાં અધિકારને દંભ, શક્તિને મદ કબજે રાખ એ નબળા મનના માણસને માટે કઠણ છે.
બુનિયાદી રાજા તે રાજકીય નશે ઢળી પડે નહિ. રાજાને માટે એ નશે ઝેર જેવું છે. ભારતવર્ષમાં જે પણ રાજ્ય કરવા આવે છે, તેમાંના મોટા ભાગને આ નશાને અભ્યાસ નથી. તેમના દેશમાં અને આ દેશમાં બહુ ફેર છે. જેની કિંમત ત્યાં કુટી બદામની નથી હોતી, તે અહીં આવીને એક પળમાં મેટાભા થઈ જાય છે. એવી દશામાં નશાને જેરે આ નવી મળેલી સત્તાને સૌ કરતાં વહાલી ગણે છે–કિંમતી ગણે છે.
પ્રેમને માર્ગ એ તે નમ્રતાને માર્ગ. સામાન્ય લોકના હૃદયમાં પેસવું હોય તે તેમના બારણાના માપ પ્રમાણે માથું નીચું નમાવીને પેસવું પડે. પોતાના પ્રતાપ અને પ્રતિષ્ઠાને માટે જે માણસ નવા ગાદીએ ચઢેલા નવાબની પેઠે હમેશાં પગથી માથા સુધી ચમકેલ રહે તે માણસનામાં એવી નમ્રતા અશક્ય છે.
હિંદુસ્તાનમાં અંગ્રેજનું રાજ્ય જો માત્ર જવા આવવાનું જ રાજ્ય ન હેત, આ દેશમાં કાયમના રહીને તેઓ પણ રાજ્યને તાપ સહેતા હતા, તે તે જરૂર તેઓ આપણું સાથે હૃદયને જોગ જોડવા પ્રયત્ન કરત. પરંતુ આજે તે તેઓ ઈંગ્લાંડ નામે અજાણ્યા મુલકમાંથી થોડાક દિવસને માટે આવે છે, તેથી ભૂલી શકતા નથી કે અમે તે રાજાના ભા. ૨૧
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com