________________
૨૦૪
ભારતધર્મ
કરતી હતી, તે ભાવ જે આપણા મનમાં આવે નહિ, આપણે જે માત્ર તેમનું અવિકલ અનુકરણ કરતા ચાલીએ, તે જાણવું કે, આપણામાં આપણું પૂર્વપુરુષો સજીવ નથી. શણની દાઢી પહેરેલે નાટકને નારદ જેટલે અંશે મહર્ષિ નારદ, તેટલે અંશે આપણે આર્ય. આપણે સમાજ નાટકનું નટમંડળ-ગ્રામ્યભાષામાં અને કૃત્રિમ સાજસરંજામમાં પૂર્વ પુરુષને વેશ લઈ નાટક કરીએ છીએ.
પૂર્વપુરુષના એ ચિત્તને આપણે જડ સમાજમાં જગાડી દઈશું, ત્યારે જ આપણે મોટા થઈશું. આપણે સમસ્ત સમાજ જે પ્રાચીન મહત્તાની સમૃતિ અને ભાન દ્વારા આદિથી અંત સુધી સજીવ સચેષ્ટ બની જાય, પિતાના અંગ-પ્રત્યંગમાં અનેક શતાબ્દીને જીવનપ્રવાહ અનુભવી પિતાને સબળ અને સચળ કરી મૂકે, ત્યારે રાષ્ટ્રીય પરાધીનતા અને બીજી સર્વ દુર્ગતિ દૂર તુરછ થઈ જાય. સમાજની સચેષ્ટ સ્વાધીનતા બીજી બધી સ્વાધીનતા કરતાં મેટી છે.
જીવનનું પરિવર્તન વિકાસ છે, મરણનું પરિવર્તન વિકાર છે. આપણા સમાજમાં પણ સત્વર વેગે પરિવર્તન ચાલે છે, પણ સમાજની અંદર સચેતન અંતઃકરણ નથી તેથી એ પરિવર્તન વિકારની દિશાએ દેડે છે-કેઈ એને અટકાવી શકતું નથી.
સજીવ પદાર્થ સચેષ્ટ ભાવે બહારની અવસ્થાને પિતાને અનુકૂળ કરી લે, નિર્જીવ પદાર્થને બહારની અવસ્થા પ્રબળ આઘાત મારી પિતાને તાબે કરી લે. આપણા સમાજમાં થતા પરિવર્તનમાં ચેતનકાર્ય નથી; તેમાં બહારની સાથે અંદરને મેળ નથી–બહારથી પરિવર્તન અંગ ઉપર આવી પડે છે અને સમાજના સર્વ સાંધા નબળા કરી નાખે છે.
નવી અવસ્થા, નવી શિક્ષા, નવી જાતિની સાથે સંઘર્ષએ સૌને અસ્વીકાર કરી શકાય નહિ. આપણે જે એમ માનવાની ઈચ્છા કરીએ, કે નવું જાણે કશું આવ્યું જ નથી, જાણે આપણે ત્રણ હજાર વર્ષ પૂર્વના કાળમાં બેઠા છીએ, તે એ ત્રણ હજાર વર્ષ પહેલાંની અવસ્થા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com