________________
૨૯૨
ભારતધર્મ
વૈદ્ય કહે છે કે, શરીર જ્યારે સબળ અને સક્રિય હોય, ત્યારે રોગના હુમલાને કેલી શકાય; નિકિત અવસ્થામાં મેલેરિયા, શરદી, ખાંસી વગેરે ચઢી વાગે. - વિલાયતી પ્રભાવને રોગની સાથે સરખા એટલા માટે ક્ષમા માગું છું. પિતપતાને સ્થાને સૌ દીપે, અસ્થાને પડેલી સારી વસ્તુ પણ ઉત્પાત કરે. આંખનું કાજળ કપાળે લગાડીએ તે લાજ આવે. મારી ઉપમાનું આ તાત્પર્ય છે.
ગમે તેમ, પણ આપણું ચિત્ત જે સર્વ વિષયમાં સતેજ, સક્રિય હેત તે આજે વિલાયત આપણું એ ચિત્તને વિળ કરી શક્ત નહિ.
દુર્ભાગ્યે જ્યારે અંગ્રેજ તેનું કળબળ, તેનું વિજ્ઞાનદશન લઈને આપણે બારણે આવી ઉભે, ત્યારે આપણું ચિત્ત ચેષ્ટહીન હતું. જે તપસ્યાને પ્રભાવે ભારતવર્ષ જગતને ગુરુપદે જઈ બેઠે હતું, તે તપસ્યા ત્યારે ક્ષીણ થઈ ગઈ હતી. આપણે ત્યારે કેવળ વચ્ચે વચ્ચે થિીઓને તડકે સૂકવતા હતા ને પાછી વીટીને પેટીમાં મૂકતા હતા. આપણે કશું ય કરતા નહોતા. આપણું ગૌરવને દિવસ તે બહુ દૂર પાછળ ક્ષિતિજમાં છાયાની પેઠે માત્ર દેખાતે હતે. પાસેની નદીને સામે તટ પણ એ પાછળની પર્વતમાળા કરતાં મટે ને સત્યરૂપે દેખાતે હતે.
ગમે તેમ, પણ આપણું મન જ્યારે નિશ્રેષ્ટ–નિષ્ક્રિય હતું, તે સમયે એક સચેષ્ટ શક્તિ, સૂકા જેઠની ઉપર અષાઢનાં વાદળાં આવી તૂટી પડે એમ, અકસ્માત્ ચારે દિશાએથી પિતાની વાવિધુત, વાયુવેગ અને જલવર્ષણ લઈ તૂટી પડી. આથી આપણું મન હારી ન જાય તો કરે શું?
બચવાને ઉપાય આપણે પિતાની શક્તિને બળે સર્વ રીતે જાગ્રત કરે જોઈશે. આપણા પૂર્વ પુરુષની સંપત્તિ આપણે બેઠા બેઠા કુંકી ખાઈએ છીએ એમાં કંઈ આપણું ગૌરવ નથી; આપણે એ ઐશ્વર્યને વધારીએ છીએ, એમ જ્યારે સમાજમાં સર્વત્ર ભાન થશે, ત્યારે જ પિતાના ઉપર યથાર્થ શ્રદ્ધા પેદા થશે ને આપણે મોહ તૂટશે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com