________________
ભારતધર્મ
કંઈ મેટું છે, તે જગાડવાનું, આકર્ષવાનું, જવાનું એ એક ક્ષેત્ર બનશે; એને આપણું ઐશ્વર્ય દઈશું, અને તેની પાસેથી આપણે ઐશ્વર્ય પ્રાપ્ત કરીશું.
ત્યાંથીજ આપણા દેશની વિદ્યાશિક્ષાની, સ્વાથ્થરક્ષાની, વાણિજ્યવિસ્તારની ચેષ્ટાઓ થાય, તે આજ એક વિદન માટે, કાલે એક વાત માટે જ્યારે ત્યારે ઉતાવળ ઉતાવળા બે ચાર વકતાઓને બેલાવી લાવીને ટાઉનહોલની સભાઓમાં દેહાદેડી કરી મરવું પડે નહિ. આ રહી રહીને ચમકી ઉઠવું પડે, પછી ચીસે પાડવી પડે અને પછી સ્તબ્ધ થઈને ઉભા રહેવું પડે એ તે હસવા જેવો ખેલ થઈ પડે છે; આ પણ પિતાની પાસે અને સામાની પાસે પણ માં આપણી ગંભીરતા સચવાતી નથી. આ પ્રહસનમાંથી રક્ષા પામવાને એકજ ઉપાય છે–પિતાનું કામ પતે સંભાળી લેવું.
એ ઉપરથી એમ સમજવાનું નથી કે, સરકાર સાથે આપણે કશે સબંધ રાખવા ઈચ્છતા નથી. આ જે કોઈ, આ જે અભિમાન–આ તે સમાનકક્ષામાં ઉભેલાને શોભે; પ્રણયનું સંગીતજ શોભા પામે. હું તે બીજી પણ ઉલટી વાત કહું છું. હું કહું છું કે, સરકાર સાથે આપણે ભદ્રરૂપ સંબંધ સ્થાપવાને ઉપાય કરવું જોઈએ. ભદ્રસંબંધમાત્રમાં એક પ્રકારની સ્વાધીનતા છે. જે સંબંધ આપણું ઈચ્છા-અનિચ્છાની કંઈ અપેક્ષા જ રાખે નહિ, એ તે દાસ ત્વને સંબંધ. એ છણત છણાત છેવટે તૂટી જાય; પણ સ્વાધીન લેવડ–દેવડને સંબંધ ધીરે ધીરે ઘાડે થતું જાય.
આપણે અનેક કલ્પનાઓ કરીએ છીએ ને કહીએ છીએ કે, આપણને જે કંઈ જોઈએ છે, તે બધું જે સરકાર આપે, તે પછી આપણે પ્રીતિને ને સંતોષને પાર રહે નહિ. એ વાત કેવળ પાયા વગરની છે. એક પક્ષ માત્ર આપે, બીજો પક્ષ માત્ર લે–એને અંત ક્યાં ? ઘી હોમે આગ કદી બુઝાય જ નહિ, એ તે શાસ્ત્ર પણ કહે છે. એ દાતાભિક્ષુકને સંબંધ જેટલું વધે, તેટલે દાનશીલતા ઉપર આધાર વધે; અને અસંતેષનું પરિમાણ તે આકાશ સુધી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com