________________
દેશી રાજા
૨૨૭
હશે કે, આજે કલકત્તા મ્યુનિસિપાલિટીનું કામ પહેલાંના કરતાં સારું પણ ચાલતું હશે, પણ એવી રીતે સારૂં ચલાવવું એ જ સૌથી સારું એમ માની શકાતું નથી. એના કરતાં તે આપણું શકિત વડે કંઈક ખરાબ ચલાવીએ તે પણ આપણે માટે તે સારું છે. આપણે રા ગરીબ લેક અને તેમાં પણ ઘણા વિષયોમાં તે અશક્ત. આપણા દેશમાં ભણાવવાનું કામ ધનીજ્ઞાની વિલાયતના વિખ્યાત વિશ્વવિદ્યાલય સાથે સરખામણીમાં કંઈ નથી, એમ માનીને એ કામમાં દેશી જનેને દબાવી દઈ રાજા જે પિતાને જેરે કેમ્બ્રીજઓકસફર્ડની નકલી મૂતિ અહીં ખડી કરી દે, તે એથી આપણું વખતે કંઈક ભલું થતું ય હેય; પણ આપણે ગરીબને એગ્ય વિદ્યાલય આપણે પોતે જ સ્થાપી શકીએ, તો જ એ આપણું સાચી સંપત્તિ. જે સારૂં આપણું પિતાનું સારું નથી, તેને આપણું માની લેવું એ જ માણસનું મેટું સંકટ, થોડા દિવસ ઉપર એક બંગાળી ડેપ્યુટી મેજીસ્ટ્રેટે દેશી રાજા પ્રત્યે પુષ્કળ તિરસ્કાર બતાવ્યું હતું ત્યારે ચોખી રીતે લાગ્યું કે, બ્રિટિશ રાજ્યની જે સૌ સુવ્યવસ્થા તે જાણે પિતાની જ સુવ્યવસ્થા હોય એમ એ માનતે હવે જોઈએ. જે એના મનમાં તે વખતે આવ્યું હેત કે, હું તે માત્ર ભારવાહી છું; જંત્રી હેય જંત્ર માંહેનું એક ચક્રમાત્ર, તે દેશી રાજા પ્રત્યે એમ અભિમાનથી તે તિરસ્કાર દેખાડત નહિ. બ્રિટિશ રાજ્યમાં જે કંઈ આપણે પામીએ છીએ તે આપણું ન હોય એ હકીતને સાચી રીતે સમજી લેવી આપણે માટે બહુ કઠણ થઈ પડી છે. એ કારણે આપણે રાજા પાસેથી નવા નવા અધિકાર માગ્યા જઈએ છીએ, પણ ભૂલી જઈએ છીએ કે અધિકાર મેળવવા અને અધિકારી થવું એ બે એક વાત નથી.
દેશી રાજ્યની ભૂલ, બુટી, મંદ ગતિ એ સૌની વચ્ચે પણ આપણને આશ્વાસનની વાત એટલી છે કે, એમાં જે કંઈ લાભ છે, તે સાચી રીતે આપણે લાભ છે. એ લાભ બીજાની ખાંધે ચઢવાને લાભ નહિ, પણ આપણે પિતાને પગે ચાલવાને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com