________________
દેશી રાજ
૨૩૩
નહિ. એકલવ્યની પેઠે ધનુર્વિદ્યાની ગુરુદક્ષિણામાં આપણા જમણું હાથને અંગુઠો કાપી આપીશું નહિ. એ વાત મનમાં રાખવી જ જોઈશે કે, પોતાની પ્રકૃતિની અવગણના કરતાં માણસ દુર્બળ થઈ જ જાય. વાઘને રાક બેશક જ બળદાયક છે, છતાં પણ હાથી જે એ બરાકને લેભ કરે તે જરૂર મરે. આપણે લેભને કારણે પ્રકૃતિની સાથે આવી સેળભેળ ન કરીએ તે સારૂં; પણ આપણે તે આપણા ધર્મ કાર્યમાં, આચારવિચારમાં એવું જ કર્યા જઈએ છીએ ને તેથી આપણે કોયડો રોજ ને રોજ વધારે ને વધારે ગૂંચવાતે જાય છે-આપણે કેવળ નિષ્ફળ થતા જઈએ છીએ, ભારે દબાતા જઈએ છીએ. મોટી મોટી જટાજૂટ એ આપણા દેશને ધર્મ નથી, સામગ્રીની વિરલતા અને જીવનજાત્રાની સરળતા એ જ આપણા દેશને ધર્મ છે, ત્યાં જ આપણું બળ છે, ત્યાંજ આપણે પ્રાણ છે, ત્યાંજ આપણી પ્રતિભા છે. આપણા ચંડીમંડપમાંથી વિલાયતી દુકાનની મોટી જંજાળને ઝાડુ મારી નહિ કાઢીએ તે બે ય બાજુથી મરીશું-વિલાયતી કારખાનાં અહીં ચાલી શકશે નહિ, ચંડીમંડપ પણ મંડપને યોગ્ય રહેશે નહિ.
આપણે કમનસીબે એ કારખાનાં ધૂળધુમાડાભર્યો વાયુ રાજ્યવ્યવસ્થામાં પેસી ગ છે, સહેજસાજને વિના કારણે ગુંચવી નાખ્યું છે, ઘરને પરદેશ બનાવી મૂક્યું છે. જેઓ અંગ્રેજને હાથે માણસ બન્યા છે, તેઓ તે સ્વને પણ સમજી શકે નહિ કે, અંગ્રેજની સામગ્રી કદી લેવી જ પડે, તે ય પિતાની કરી ન શકાય તે તેથી નુકસાન જ થાય. અને આપણું કરવાને એકમાત્ર ઉપાય એ કે, તેને છે એમ જ ન રાખવી, પણ આપણી પ્રકૃતિને અનુકૂળ બનાવી લેવી. અનાજ પેટમાં જઈને અનાજ જ રહે છે તેથી પુષ્ટિ મળવી તે ઘેર ગઈ પણ ઉલટ રેગ થાય. અનાજ જે પિતાનું રૂપ બદલી નાખીને શરીરની પ્રકૃતિને અનુકૂળ બની હાડ, માંસ અને લેહીનાં રૂપ ધારણ કરે તથા જે પચી શકે તેવું ન હોય તે નીકળી જાય તે જ આપણે પ્રાણ બચે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com