________________
૨૩૨
ભારતધામ
પૈસાનું બળ હોવા છતાં પણ કઈ ચીજો ખરીદાત નહિ. એટલે રુચિ વિષેને વિચાર થાત, ત્યારે તે પૈસાવાળાના ઘરમાં પિસતાં તે ઘર વિલાયતી અસબાબની દુકાન જેવું લાગત નહિ, એના માલિકના મનમાં જે કાંઈ ડું શિલ્પનું જ્ઞાન હત તે પણ બહાર પડત. આપણને એ સ્થિતિમાં શિક્ષણ મળતને લાભ થાત. એ સ્થિતિમાં આપણી અંદર બહાર, આપણું સ્થાપત્ય-ભાસ્કમાં, આપણું ઘરની ભીતે ઉપર, આપણા ચૌટામાં આપણે સ્વદેશનાં દર્શન કરી શકત.
કમનસીબે બધા દેશોમાં બીજા વર્ગના લોક સંસ્કાર વિનાના હોય છે. સાધારણ અંગ્રેજીમાં પણ શિલ્પનું જ્ઞાન હેતું નથી. તેથી તેઓ સ્વદેશી સંસ્કારને બળ આંધળા બને છે. તેઓ આપણી પાસે તેમની નકલ કરાવવા ઇરછે છે. આપ| દિવાનખાનામાં તેમની દુકાનની સામગ્રી જુએ ત્યારે જ એમને ટાઢક વળે, ત્યારે એ માની શકે કે આપણે એમની ફરમાયશના તૈયાર થયેલા સભ્ય પદાર્થ બન્યા છીએ. એમની અશિક્ષિત રુચિને અનુસરીને આપણે આપણા દેશના પ્રાચીન શિલ્પસૌદર્યના સુલભ અને સામાન્ય અનુકરણને માર્ગ છેડી દઈએ છીએ. આ દેશના શિલ્પીઓ વિદેશી ટકાની લાલચે વિદેશી રીતની અદ્ભુત નકલ કરવા મંડી પડી અક્કલ ગુમાવી બેઠા છે.
જેમ શિલ્પમાં, તેમજ સૌ બાબતમાં આપણે વિદેશી પદ્ધતિને જ એકમાત્ર પદ્ધતિ માની બેઠા છીએ. કેવળ બહારની બાબતમાં નહિ, પણ આપણા મનમાં, આપણા હૃદયમાં પણ એ ઝેર ઉતર્યું છે. દેશને માટે આના જેવી વિપદ બીજી કઈ હોઈ શકે નહિ.
આ મહાવિપદમાંથી ઉદ્ધાર પામવાને માટે આપણે માત્ર આપણાં દેશી રાજ્ય તરફ તાકી બેઠા છીએ. એ વાત હું કહેતે નથી કે, વિદેશી સામગ્રી આપણે લઈશું જ નહિ, લેવી તે પડશે જ; પણ સ્વદેશીને આધારે લઇશું. પારકા વસ્ત્ર ખરીદતાં આપણું પિતાનાં કારખાનાંને ભાગી નાખીશું
૪ સ્થાપત્ય-ઘર બાંધવાની કળા; ભાસ્કર્ય-કેતરવાની કળા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com