________________
૨૨૪
ભારતધામ
તાં બરાબર તેથી ઉલટું ચાલવું જોઈએ. પિતાની બાબતમાં બહાનું કાઢવું નહિ જોઈએ અને પોતાને ક્ષમા નહિ આપવી જોઈએ. પિતાની અમુક સગવડને કારણે પિતાને આદર્શને ટુંકે કરી નાખવાને સંકલ્પ નહિ કરવા જોઈએ. એટલા માટે જ હું કહું છું કે, અંગ્રેજના ઉપર કેધે ભરાઈ ક્ષણિક ઉશ્કેરણીના ઉદ્યોગમાં ઉંચાનીચા થવું સહજ છે, પણ એ સહજ માર્ગ શ્રેયને માર્ગ નથી. જવાબ દેવાની, નિરુત્તર કરી દેવાની પ્રવૃત્તિ આપણને યથાર્થ કર્તવ્યથી, સફળતાથી ભ્રષ્ટ કરી દેશે. લેક જ્યારે ક્રોધે ભરાઈ મુકદ્દમે કરવા તૈયાર થઈ જાય, ત્યારે પિતાનું સર્વનાશ કરતાં પાછા હઠે નહિ. આપણે જે એ પ્રમાણે તપીને ગરમ વાયોના કુંફાડાથી કે ધાતુર થઈ જવાની ચેષ્ટા કરીએ, તે ફળલાભનું લક્ષ્ય ચૂકીએ ને માત્ર ધની પરિતૃપ્તિ પામીએ. સાચી રીતે ગંભીર ભાવે દેશને સ્થાયી મંગળ તરફ ધ્યાન રાખીએ તે ક્ષુદ્ર પ્રવૃત્તિના હાથમાંથી મુક્ત થવું જોઈએ. પિતાને કુદ્ધ અને ઉત્તેજિત અવસ્થામાં રાખીએ તે સર્વ
વ્યાપારનું પરિણામજ્ઞાન ચાલ્યું જાય-નાની વાતને મોટી કરી દેવાય–દરેક તુચ્છને પકડી અસંગત અગ્ય આચાર વડે પિતાનું ગાંભીર્ય નષ્ટ કરી દઈએ. એવી ચંચળતાથી દુર્બળતાની જ વૃદ્ધિ થાય—એને શક્તિને પ્રયોગ કહે એ અશકિતનું પ્રમાણ છે.
એ સર્વ ક્ષુદ્રતામાંથી પિતાને ઉદ્ધાર કરી દેશપ્રીતિની ઉપર જ દેશના મંગળની સ્થાપના કરવી જોઈશે-સ્વભાવની દુર્બળતા ઉપર નહિ, પારકા પ્રત્યેના દ્વેષ ઉપર નહિ અને પારકા પ્રત્યેના અંધ આધાર ઉપર પણ નહિ. એ આધાર અને એ દ્વેષ દેખતે પરસ્પર વિરુદ્ધ લાગે છે, પણ ખરી રીતે એ એક ઝાડની બે ડાળીઓ છે. એ બન્ને આપણી લજજાકર અશક્તિ અને જડત્વનાં પરિણામ છે. પારકાના ઉપર દા રાખવે એ અમારું ભાથું છે એમ માનીએ તે એ દાવામાં નિષ્ફળ થતાં આપણે વિદ્વેષ ઉત્તેજિત થાય. એ ઉત્તેજિત થઈ ગયેલી વૃત્તિને આપણે સ્વદેશહિતષિતા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com