________________
પરિશિષ્ટ
૨૦૩
આપણે કહીએ છીએ કે, સમાજ તે છે જ, એ તે આપણ પૂર્વપુરુષે બાંધી ગયા છે, આપણે તે કરવાનું કંઈજ નથી.
અહીં જ આપણું અધઃપતન છે. અહીં જ વર્તમાન યુરોપીય સભ્યતાએ વર્તમાન હિંદુસભ્યતાને જિતી લીધી છે.
યુરોપમાં ‘નેશન” એ સજીવ સત્તા છે. પ્રાચીન સાથે નેશનના અર્વાચીનને માત્ર જડ સંબંધ છે એવું નથી. પૂર્વ પુરુષાએ પ્રાણ આપી કામ કર્યું છે અને વર્તમાન પુરુષ આંખ મીંચી માત્ર ભેગવે છે એવું નથી. પ્રાચીન-અર્વાચીન વચ્ચે નિરંતર ચિત્તને સંબંધ છે–અખંડ કર્મપ્રવાહ ચાલે આવે છે. એક અંશ પ્રવાહિત, બીજે જડાઈ ગયેલે; એક અંશ બળ, બીજે બુઝાયેલે, એવું નથી. એમ હોય તે સંબંધ તૂટી જાય, જીવનની સાથે મૃત્યુ ભળે.
આળસની ભક્તિથી તે સધાય ના-ઉલટુ દૂર થવાય. અંગ્રેજ જે પહેરે, જે ખાય, જે બેલે, જે કરે, એ સૌ સારુંએ અંધભાવે માની લેવાની આપણું ભક્તિ આપણને અંધ અનુકરણ કરવા પ્રેરે, અસલ અંગ્રેજથી આપણને દૂર કરી દે. કારણ કે અંગ્રેજ એમ નિરુદ્યમ અનુકરણ કરનાર નથી. અંગ્રેજ સ્વતંત્ર વિચાર અને ચેષ્ટાને બળે તે માટે થયો છે. પારકાએ આપેલી વસ્તુને આલસ્યભાવે ભોગ કર્યો કંઈ અંગ્રેજ થઈ જવાય નહિ, અંગ્રેજી સાજમાં સજાયે સાચું અંગ્રેજપણું આપણે માટે દુર્લભ છે.
એજ પ્રમાણે આપણું પિતામહ મોટા થયા હતા, તે કેવળ આપણું પ્રપિતામહના ખોળામાં નિશ્ચલભાવે સૂતાથી નહિ. તેમણે ધ્યાન કર્યું છે, વિચાર કર્યો છે, પરીક્ષા કરી છે, ફેરફાર કર્યો છે, તેમની ચિત્તવૃત્તિ સચેષ્ટ હતી. આથી તેઓ મોટા થયા છે. આપણું ચિત્ત જે તેમના એ ચિત્તની સાથે વેગ પામે નહિ, માત્ર તેમનાં કર્યા કાર્યો સાથે આપણે જડ સંબંધ જ રહે છે તે સાચું ઐક્ય નથી. પિતામાતાની સાથે પુત્રને જીવનને વેગ છે–તેમનું મૃત્યુ થતાં પણુ જીવનક્રિયા પુત્રના દેહમાં એકજ રીતે કામ કરે. પરંતુ આપણા પૂર્વ પુરુષોની માનસી શક્તિ જે ભાવે કામ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com