________________
સફળતાને સદુપાય
૨૧૭
વૃથા છે. સ્વભાવને સ્વીકારી લઈએ તે કામ થઈ શકે. વિચારી જુઓ કે, આપણે જ્યારે અંગ્રેજને કહીએ છીએ કે “તમે સાધારણ મનુષ્યસ્વભાવને ઓળંગી જાઓ છે, તમે સ્વજાતિના સ્વાર્થને કારણે ભારતવર્ષના મંગળનું કાજ અવગણે છે ત્યારે અંગ્રેજ જે જવાબ દે કે “ ઠીક, તમારા મુખશ્રીને ધર્મોપદેશ અમે પછી સાંભળશું, પ્રથમ તે તમને અમારે કહેવાનું કે સાધારણ મનુષ્યસ્વભાવની જે નીચી કેટિમાં અમે છીએ, એ કટિમાં તમે આવે. તેની ઉપર ચઢવાનું કારણ નથી-સ્વજાતિના સ્વાર્થને તમારો પિતાને સ્વાર્થ માને. સ્વજાતિની ઉન્નતિમાં પ્રાણ ન અપી શકે તે ગમે તે આરામ અપે, દ્રવ્ય અપે, કંઈ પણ અ! તમારા દેશને માટે અમે જ બધું કરીએ અને તમે કંઈજ ના કરે?” એ પ્રશ્નને કંઇ ઉત્તર છે? વસ્તુતઃ આપણે કેણ શું અપએ છીએ? કેણ શું કરીએ છીએ? કશું કર્યા વિના પણ દેશની ખબરજ રાખીએ, તે પણ આળસ રાખે બને નહિ. દેશને ઇતિહાસ અંગ્રેજ રચે અને આપણે તેને તરજુમે કરીએ; ભાષાતત્ત્વને ઉદ્ધાર અંગ્રેજ કરે, આપણે તેને ગેખી લઈએ; ઘરની પાસે શું છે, તે જાણવા હંટરને પૂછયા વિના આપણું ગતિ નથી. ત્યાર પછી દેશની ખેતીને વિષય લે કે વાણિજ્યને વિષય લે, કે ભૂતત્ત્વ લે કે માનવતત્વ લે, પણ આપણા પિતાના પ્રયત્નથી આપણે કશુંય કર્યું નથી. સવદેશ પ્રતિ એમ એકવારે ઉત્સુકતાહીન હોવા છતાં આપણા દેશ પ્રતિનું કર્તવ્ય પાળવા વિદેશીને આપણે ઉંચી કર્તવ્ય નીતિને ઉપદેશ આપતાં અચકાતા નથી. એ ઉપદેશ કઈ દિવસ કંઈ કામ લાગી શકે નહિ. કારણ કે જે માણસ કામ કરે તે અધિકારી છે, અને જે માણસ કામ કરતું નથી પણ માત્ર વાત કરે છે, તે અધિકારી નથી; એ બે માણસ વચ્ચે કદી સાચી રીતે લેવડદેવડ હેઈ શકતી નથી. એક બાજુએ પિસા અને બીજી બાજુએ માત્ર ચેકબૂક. એવે સ્થળે ખાલી ચેક વટાવવા સંભવિત નથી. ભિક્ષાસવરૂપે એકાદ વાર ભા. ૧૯
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com