________________
ભારતધર્મ
તક્ષણ જરથી એક બે ખીલી ઠેકી દેશે. આ તે કેવળ સવાભાવિક છે–પૃથ્વીમાં સર્વત્ર એમજ બનતું આવ્યું છે; આપણે સૂમ તર્કો કરી શકીએ કે ફડફડાટ અંગ્રેજી બોલી શકીએ એથી કંઈ વાત બદલાય નહિ. એવે સ્થળે બીજું ગમે તે થાય, પણ કેધ કર્યો પાલવે નહિ.
એક વાત મનમાં રાખવી જોઈશે. અંગ્રેજની આંખમાં આપણે કેટલા તુરછ છીએ? દૂર યુરોપના નિત્યલીલામય પિોલીટીકલ રંગક્ષેત્રમાં એક સ્થાને રહી આપણા ઉપર એ રાજય કરે છે; ફ્રેન્ચ, જર્મન, રશિયન, ઇટાલિયન, અમેરિકન અને તેનાં જુદાં જુદાં સંસ્થાને સાથે તેને રાજનૈતિક સંબંધ બહુ વિચિત્ર રીતે ગુંચાયેલું છે, એ સંબંધ સદા તેને સાચવીને રાખ પડે, આપણે તે આ વિપુલ પિલિટિકલ ક્ષેત્રને સીમાડે પડયા, આપણી ઈરછા-અનિરછા, રાગ-દ્વેષ સામે જોવાનું તેનાથી બને નહિ, અને માટે જ તેનું ચિત્ત આપણા સંબંધે તેલ પાણીને સંબંધ બંધાયેલું છે, માટે જ ભારતવર્ષના વિષયપ્રસંગે પાર્લામેન્ટમાં સભાસદે ઉઘે છે, પ્રવાહના પાણીની પેઠે અંગ્રેજ સદા આ દેશની ઉપર થઈને વહી જાય છે. અહીં તેનું કશું સંચય થતું નથી, તેના હદયનું મૂળ અહીં વિસ્તરતું નથી, રાજાની તરફ દષ્ટિ રાખી કામ કરે છે, જે કંઈ આમેદપ્રમોદ કરે છે તે પોતાની જાતિવાળા સાથે અહીંના ઈતિહાસની ચર્ચાને ભાર જમને ઉપર છે, અહીંની ભાષા સાથે પરિચય તેમને કચેરીમાં માત્ર સાક્ષીઓજ આપે, અહીંના સાહિત્ય સાથે પરિચય સરકારના દુભાષિયા છે;–એવી સ્થિતિમાં આપણે તેમની નજરમાં કેટલા તુચ્છ છીએ તે આપણે આપણું મમત્વના નશામાં ભૂલી જઈએ છીએ અને તેથી આપણે પ્રતિના અંગ્રેજના વ્યવહારથી પ્રતિક્ષણે વિસ્મિત થઈએ છીએ; ક્ષુબ્ધ થઈએ છીએ; આપણું એ વિરમય-ભને વધારે પડતે માની આપણા કર્તાહર્તા કદી કોધે ભરાય છે, તે કદી હસવું સમાવી શકતા નથી.
હું આ અંગ્રેજના અપવાદનું વર્ણન કરતું નથી,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com