________________
પરિશિષ્ટ
૨૦૫ આપણને કંઈ સહાયતા નહિ આપે અને વર્તમાન પરિવર્તન નને પ્રવાહ તે આપણને ખેંચી લઈ જશે. આપણે વર્તમાનને અસ્વીકાર કરી પૂર્વ પુરુષના બળ ઉપર ઝૂકીશું, તેથી કંઈ પૂર્વપુરુષ સાદ દેવાના નથી.
આપણી આ નિષ્ક્રિય-નિષ્ટ અવસ્થા કેમ થઈ છે, તેનું કારણ મારા લેખમાં દેખાયું છે-એનું કારણ ભીરુતા છે. આપણે જે કંઈ હતું, તેમાંજ પડી રહેવાની વિદેશી સભ્યતાને આઘાતે આપણે હારી પડ્યા–અંજાઈ ગયા.
પણ પ્રથમ જેણે આપણને દાબી દીધા, તેણેજ આપણને જાગ્રત કર્યા છે. પ્રથમ નિદ્રાભંગ સમયે જે પ્રકાશે આપણને આંજી નાખ્યા, તેણે જ ધીરે ધીરે આપણું દષ્ટિને સહાયતા આપી છે. આજે આપણે જાગ્યા– જ્ઞાન ભાવે પિતાના દેશના આદર્શને પ્રાપ્ત કરવા પ્રવૃત્ત થયા.
આજે એ આદર્શ શું કરવાથી બચાવી શકાય એની વ્યાકુળતાથી વિવિધ માર્ગ શોધવા આપણે મંડી પડ્યા છીએ. જેમ છીએ, તેમજ બેસી રહો જે સમસ્ત રક્ષા થઈ શકે એમ હોત, તે રોજ રોજ પગલે પગલે આપણું આવી દુર્ગતિ થાત નહિ.
ભાષાની છટાથી મુગ્ધ કરી હિંદુ સમાજને એકાકાર કરી દેવાની ગુપ્ત મતલબ મનમાં મેં ભરી રાખી છે, એવી કઈ કેઈ બંગાળી લેખક શંકા કરે છે. મારી બુદ્ધિશક્તિ ઉપર એમની જેટલી ગંભીર અનાસ્થા છે, તેટલી બીજા બધાની હોઈ ન શકે એવી આશા કરું છું. મારા આ ક્ષીણ હાથમાં શું ભેરવનું પિનાક છે? નિબંધ લખીને હું ભારતવર્ષને એકાકાર કરીશ? જે મારી મતલબ એવી જ હોય તે મારી વાતને પ્રતિવાદ કરવાની જરૂર જ શી છે? કઈ બાળક નૃત્ય કરે, ત્યારે ધરણું ફેલાવવાની તેના મનમાં મતલબ છે એવી શંકા કરીને લેકને સાવધાન કરવાને કણ પ્રયત્ન કરશે?
વ્યવસ્થા બુદ્ધિ વડે ભારતવર્ષના અનેયમાં ઐક્યનું સ્થાપન કરવું એને અર્થ એ ન થઈ શકે કે, ભારતવર્ષ
ભા. ૧૮ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com