________________
* *
*
પૂર્વની અને પશ્ચિમની સભ્યતા ૧૨ કઠણ છે; પણ એટલું તે નક્કી છે કે એ ભાવ તેનાથી ઊંચા ભાવને દબાવી ગુંગળાવે ત્યારે તેને નાશ પાસે જ હોય છે.
દરેક જાતિને જેમ તેને એક જાતિધર્મ હોય છે, તેમજ જાતિધર્મ ઉપર પણ એક બીજે શ્રેષ્ઠ ધર્મ હેય છે-અને તે માનવધર્મ. આપણા દેશના વર્ણાશ્રમધમેં જ્યારે એ ઉંચા માનવધર્મને લાત મારી, ત્યારે એ માનવધર્મો વર્ણાશ્રમને ઘાત કર્યો
धर्म एव हतो हन्ति धर्मो रक्षति रक्षितः।
એક સમયે આર્ય સભ્યતાએ આત્મરક્ષણને માટે બ્રાહ્મણશુદ્ર વચ્ચે પડદા બાંધ્યા. પણ કાળે કરીને એ પડદાએ વર્ણાશ્રમધર્મના ઉંચા ધર્મને ઝાપટવા માંડશે. વર્ણાશ્રમે પિતાનું રક્ષણ કરવા પ્રયત્ન કર્યા, પણ ધર્મનું રક્ષણ કરવા કશા પ્રયત્ન ન કર્યા. જ્યારે ઉંચા પ્રકારના મનુષ્યત્વના વિચારમાંથી એણે શુદ્રોને એ કેવારે બાતલ કરી નાખ્યા, ત્યારે ધમેં એમનું વેર વાળ્યું. ત્યારે બ્રાહ્મણત્વ પ્રાચીન કાળની પેઠે પિતાના જ્ઞાનધર્મમાં આગળ ચાલતું અટકી પડ્યું. અજ્ઞાન જડ શદ્ર સંપ્રદાય પિતાના ભારે ભારથી સમાજને ખેંચીને નીચેની દિશામાં ખેંચી રાખવા લાગ્યા. શુદ્રને બ્રાહ્મણ દબાવી ઉચે આવવા દે નહિ, ત્યારે શુ બ્રાહ્મણને પકડી નીચે ખેંચી રાખે. આજેય ભારતમાં વર્ણાશ્રમ હોવા છતાં પણ શકના સંસ્કાર, નીચ પ્રકારના અધિકારીનું અજ્ઞાન બ્રાહ્મણ સમાજ સુધી વ્યાપી ગયું છે.
પાશ્ચાત્યાના આગમનથી જ્યારે જ્ઞાન બંધનમાંથી છૂટી આવ્યું, જ્યારે સૈ મનુષ્યો મનુષ્યત્વ મેળવવાના અધિકારી થયા, ત્યારે બ્રાહ્મણધર્મની મૂરછી વળવાનાં લક્ષણ દેખાવા લાગ્યાં. આજે બ્રાહ્મણ-શદ્ર સિ મળીને હિંદુ જાતિની અંદર રહેલા આદર્શને શુદ્ધ મૂર્તાિએ જવાને માટે પ્રયત્ન કરી રહ્યા છે. શુદ્ર આજે જાગ્યા છે, માટે જ બ્રાહ્મણ ધર્મ હાલવા લાગે છે.
ગમે તેમ છે, પણ આપણે બ્રાહ્મણ ધર્મ સાંકડે બની ભા. ૧૧
www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat