________________
૧૫૬
ભારતધર્મ
મૂછવશ થયા, ત્યારે એમનાં શબ ખેતરવા શ્મશાનભૂમિમાં દૂરદૂરથી કેટલાંક ગીધડાં આવી પહોંચ્યાં અને છળકપટ કરીને એ શબ ખાવા તેઓ અંદર અંદર મારામારી કરવા મંડી પડ્યાં–આને પણ શું ભારતવર્ષને ઈતિહાસ કહે ? ત્યાર પછી પાંચ પાંચ વર્ષનાં ટુંકાં ટુકાં ખાનાંવાળા શેતરંજ જેવું અંગ્રેજનું રાજ્ય. એમાં તે ભારતવર્ષ એથી ચે વધારે નબળો પડી ગ; શેતરંજમાં ને આ રાજ્યમાં ફેર એટલેજ કે શેતરંજના ખાનાં કાળાં ધળાં સરખાં, અને અંગ્રેજ શેતરંજનાં ખાના પંદર આના ઘેળો. આપણને પેટને અન્નને કારણે સારે વહિવટ, સારે ન્યાય, સારી કેળવણે સૌ હાઈટવે-લેડની દુકાને ખરીદવા જવું પડે છે, કારણ કે બીજી બધી દુકાને બંધ થઈ છે. એ કારખાનામાં ન્યાયથી માંડીને વેપાર સુધી સિા સારું જ હોઈ શકે; કારણ કે બીજી બધી દુકાને બંધ થઈ છે, અને તેમાં પણ આપણે માટે તે એ કારખાનામાં એક ખૂણે કારકુને છપાય છે, એમાં જ ઘડાવાનું.
સર્વ દેશને ઈતિહાસ સરખેજ હાય, એ ભુંડે ખ્યાલ છેડયા વિના છૂટકે નથી. રથસ્સાઈડનું જીવન જેમણે વાંચ્યું છે, તેમને ક્રાઈસ્ટનું જીવન લખતાં તેના હિસાબનાં ખાતાં પતરાં અને ઍફીસની ડાયરી ખાળવાની તલબ લાગે, પણ એવા કાગળે ન જડે ત્યારે તિરસ્કાર કરીને બોલે છે, જેનામાં એક પૈસાની અક્કલ તે હતી નહિ, તેનું તે વળી જીવન કેવું? તેમજ ભારતવર્ષના જાતીય દફતરમાંથી એના રાજાઓની વંશાવળી અને જયપરાજયના કાગળપ જડે નહિ ત્યારે ભારતવર્ષના ઇતિહાસ સંબંધી જેઓ નિરાશ થઈ જઈને કહે કે જ્યાં “પાલીટીક્સ” નહિ, ત્યાં વળી ઇતિહાસ કે ? એવા લોક અનાજના ખેતરમાં રીંગણાં ખેળવા જાય ને ના મળે ત્યારે મનમાં લેભ લાવીને અનાજના ખેતરને ખેતરમાં જ ગણે નહિ. બધાં ખેતરમાં એકસરખે પાક ન પાકે, એમ માની દરેક ખેતરમાં જુદા જુદા પાકની આશા રાખે એ ખરે બુદ્ધિશાળી ને ચતુર ગણાય.
કાઈટના હિસાબમાં ખાતાં ન જડે, ત્યારે તેના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com