________________
૧૭૬
ભારતધર્મ
જન્મગ્રામની ઝુંપડીને બારણે આવીને ઉભું રહેવું પડતું. દેશના સામાન્ય લેક પણ કહે કે એ મહાશય છે. એ ઉપાધિ તેમને હિસાબે સરકારની દીધેલી રાજામહારાજાની ઉપાધિ કરતાં પણ મોટી હતી. જન્મભૂમિનું સંમાન તેઓ અંતરથી સમજતા હતા–રાજધાનીનું માહાસ્ય, રાજસભાનું ગૌરવ એમના ચિત્તને પિતાના ગામથી ખસેડી શકતું નહિ. એથી દેશનાં ગામમાં ચે કદી પાણીનું દુઃખ ન હતું અને મનુષ્યત્વના રક્ષણની સમસ્ત વ્યવસ્થા ગામેગામ સર્વત્ર થઈ શકતી.
દેશના લેક ધન્યવાદ આપે, એથી આજ આપણને સુખ નથી, માટે દેશની દિશામાં આપણું ચેષ્ટાની સ્વાભાવિક ગતિ નથી.
આજે સરકાર પાસે ભીખ માગીએ છીએ કે તેને તાકીદ કરીએ છીએ. આજે દેશના જલકષ્ટ નિવારણને માટે સરકાર લેકને મદદ દે છે–સ્વાભાવિક મદદ તે સો બંધ થઈ ગઈ છે. દેશના લેકની પાસે ખ્યાતિ, એ પણ એમને રુચે ના. આપણું હૃદય ગેરાની પાસે ગુલામી ખત વડે લખી આપ્યું છે. આપણી રુચિ સાહેબની દુકાને વેચાઈ ગઈ છે.
મારા કહેવાને ભાવાર્થ સમજવામાં ભૂલ થવાનો સંભવ છે. હું એમ કહેતે જ નથી કે, આપણે આપણા ગામની માટીમાં વિટાઈ પડી રહેવું, અને વિદ્યા અને ધનની પ્રાપ્તિને માટે બહાર જવાનું કંઈ પ્રજનજ નથી. આકર્ષણ કરી બંગાળી જાતિને જે બહાર તાણે છે તેમની કૃતજ્ઞતા સ્વીકારવી જ પડશે. એથી બંગાળીની સમસ્ત શક્તિ પ્રકટ થઈ જાય છે અને બંગાળીનું કર્મક્ષેત્ર વ્યાપક બની તેનું ચિત્ત વિશાળ બને છે.
પણ એજ ક્ષણે બંગાળીને નિત્ય સ્મરણ કરવાની જરૂર છે કે, ઘર અને બહારને જે સ્વાભાવિક સંબંધ છે, તેને એકે વારે ઉલટપાલટ કરી શકાય નહિ; બહાર પ્રાપ્ત કરવું પડશે તે ઘેર સંચય કરવાને માટે જ, બહાર શક્તિ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com