________________
૧૯૬
ભારતધ
વર્ષી કોઈના ત્યાગ કરવા કાઇને દૂર કરવા ઇચ્છતું નથી, ભારતવર્ષ સકળને સ્વીકાર કરવાના, સકળનું ગ્રહણ કરવાના, વિરાટ્ એકની અંદર સકળને પેાતપેતાની પ્રતિષ્ઠા પ્રાપ્ત કરવાના પથ આ વિવાદમાં પડેલા, આવરણથી ઘેરાયેલા સ'સારને એક દિવસ દેખાડી દેશે.
એ મ'ગળ દિન આવે તે પહેલાં- એક વાર તું મા કહી શબ્દ કર!' જે એક માત્ર મા દેશના પ્રત્યેકને ગાદમાં ખે`ચી લેવા, અનેકતા ટાળવા, રક્ષા કરવા પ્રયત્ન કર્યાં કરે છે, જે પેાતાના ભંડારમાંથી ચિરસ`ચિત જ્ઞાનધમ નાના આકારે, નાના પ્રત્યેાજને આપણા સના અંતઃકરણમાં અશ્રાન્તભાવે સંચાર કરી, આપણા ચિત્તને લાંમી પરાધીનતાની રાત્રિએ વિનાશથી બચાવતી આવી છે, તેને મદમત્ત ધનવાનાની શિક્ષાશાખાના ખૂણામાં સ્થાન કરી આપવાની દોડાદોડી ન કરતાં, દેશને મધ્યસ્થળે સત્તાનથી વીટાઇ વળેલી યજ્ઞશાળામાં તેનું સ્થાન સ્થાપા ! આપણે શુ એ જનનીના જીણુ ગૃહના ઉદ્ધાર કરી શકીશું નહિ ?સાહેબની દુકાનાનાં ખીલ ચૂકવી શકીએ નહિ, આપણા સાજઅસખામ આડંબરમાં ખામી આવે, એટલા માટે આપણી જે માતા એક દિન અન્નપૂર્ણા હતી, તેને આજે પારકાના રસાડાને બારણે ખાવાને માટે ભીખ માગવી પડશે ? આપણા દેશ એક દિન ધનને તુચ્છ કરી જાણતા હતા, એક દિન દારિદ્રચમાંજ શેશભા અને મહિમા માનતાં શીખ્યા હતા, તે આજ આપણે શુ' ટકાની પાસે ધૂળમાં સાષ્ટાંગે આળેટી આપણા સનાતન સ્વધર્મને અપમાનિત કરીશું? આજ આપણે એ શુદ્ધ, નિયમિત અને અલ્પસંતુષ્ટ જીવનયાત્રા ગ્રહણ કરી આપણી તપસ્વિની જનનીની સેવામાં નિયુક્ત નહિ થઈ શકીશું ? આપણા દેશમાં કેળાનાં પાતરાંમાં ખાતાં તા કેાઇ દિન શરમ નહાતી, શરમ તે એકલા ખાવામાં હતી. એ શરમ પાછી આવશે નહિ ? શું આજ સમસ્ત દેશને પીરસવા માટે તૈયાર થવા આપણે પેાતાના કેાઈ આરામને, ફાઇ આખરને પરિત્યાગ કરી શકીશુ નહિ ? એક દિન
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com