________________
સ્વદેશી સમાજ
સબળભાવે, સચવભાવે, સંપૂર્ણ ભાવે બની ઉઠવું.
આપણું જે શક્તિ બંધાઈ ગઈ છે, તે વિદેશી વિધના આઘાતેજ મુક્ત થશે; કારણ કે આજ પૃથિવીમાં એનું કામ પડયું છે. આપણા દેશના તાપસે તપસ્યા દ્વારા જે શક્તિ સંચય કરી ગયા છે એ મહામૂલ્ય છે, વિધાતા એને નિષ્ફળ કરશે નહિ. એટલા માટે સમય આવતાં તેણે નિશ્ચષ્ટ ભારતને કઠિન દુઃખ દઈને જાગ્રત કર્યું છે.
બહુમાં એકેયપ્રાપ્તિ, વિચિત્રમાં ઐક્યસ્થાપન, એ તે ભારતવર્ષને અંતરને ધર્મ છે. ભારતવર્ષ પાર્થયને વિરોધ માને નહિ-પરને શત્રુ હોવાની કલ્પના કરે નહિ. એટલાજ માટે ત્યાગ ન કરી, વિનાશ ન કરી, એક વિરાટ વ્યવસ્થામાં સર્વને સ્થાન આપે. એથી જ એ સર્વ અભિપ્રાયેને સ્વી. કાર કરે, સ્વાસ્થાનમાં રહી, સર્વના માહામ્યને નિહાળી શકે.
ભારતવર્ષમાં આ ગુણ હેવાથી, કોઈ સમાજને આપણે વિરોધી માની કરી શકીએ નહિ. પ્રત્યેક નવા નવા સંઘાતથી-નવા નવા સંબંધથી આપણે તે આપણા વિસ્તારની જ આશા રાખી શકીએ. હિંદુ, બૌદ્ધ, મુસલમાન અને ખ્રિસ્તી ભારતવર્ષને ક્ષેત્રમાં પરસ્પર લડી મરશે નહિ, અહીં તે એકતા શેધી લેશે. એ એકતા અહિંદુ થશે નહિ, એ વિશેષભાવે હિંદુ થશે. તેનાં અંગ પ્રત્યંગ ગમે તેટલાં દેશવિદેશનાં હોય, પણ તેને પ્રાણ–તેને આત્મા ભારતવર્ષને થશે.
ભારતવર્ષના વિધાતાએ આપેલા રોગનું જે આપણે સમરણ કરીએ, તે આપણું લક્ષ્ય સ્થિર થાય, લજજા દૂર થાય, ભારતવર્ષની અંદર જે એક મૃત્યુહીન શક્તિ છે, તેની ભાળ જડે. આપણે મનમાં રાખવું જ જોઈશે કે, યુરોપના જ્ઞાનવિજ્ઞાનને અનંત કાળ સુધી આપણે માત્ર શિષ્યની પેઠે ગ્રહણ કરીએ એમ નહિ, પણ ભારતવર્ષની સરસ્વતી જ્ઞાનવિજ્ઞાનનાં સમસ્ત દલને અને ભેદને એક શતદલ પદ્યમાં વિકસિત કરી મૂકશે, તેની ખંડતા દૂર કરશે. એક્ય સાધવું એજ ભારતવર્ષની પ્રતિભાનું મુખ્ય કાર્ય છે. ભારત
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com