________________
સ્વદેશી સમાજ
૧૯૩
માની જ નહતી-એ શક્તિએ આપણા દેશના સર્વ લેકના હૃદયમાં વાસ કર્યો જ નહોતે–તેના અભાવથી આપણા દેશને એટલી બધી ઉણપ લાગતી નહોતી, બ્રાહ્મણત્વને અધિકાર, જ્ઞાનને અધિકાર, ધમને અધિકાર, તપસ્યાને અધિકાર એજ આપણે સમાજના પ્રાણને યથાર્થ આધાર હતા. જ્યારથી તપસ્યાને હડસેલી મૂકી આચારે તેનું સ્થાન લીધું–જ્યારથી પિતાની ઐતિહાસિક મર્યાદા ભૂલી આપણું દેશમાં બ્રાહ્મણ સિવાયના સર્વેએ પિતાને શુદ્ર-અર્થાત્ અનાર્ય માની લીધા,-સમાજને તપસ્યાનું નવું નવું ફળ, નવું નવું ઐશ્વર્ય આપવાને ભાર જે બ્રાહ્મણ ઉપર હતું, તેજ બ્રાહ્મણ જ્યારે પિતાનું યથાર્થ માહાસ્ય ભૂલી સમાજના દરવાજા ઉપર આવી ઉભા ને માત્ર ચેક કરવાને ભાર ગ્રહણ કર્યું–ત્યારથી આપણે બીજાને પણ કંઈ દઈ શકતા નથી; આપણું જે કંઈ હતું, તેને પણ નકામું કરી દીધું, બગાડી દીધું.
નક્કી જાણવું કે, પ્રત્યેક જાતિ વિશ્વમાનવનું અંગ છે. વિશ્વમાનવને દાન કરવાથી, સહાયતા આપવાથી શી સામગ્રી ઉત્પન્ન કરી શકીએ છીએ, એને ઉત્તર સારી રીતે આપવામાંજ જાતિની પ્રતિષ્ઠા રહેલી છે. જ્યારથી એ ઉત્પન્ન કરવાની પ્રાણશકિત કઈ જાતિની નાશ પામે, ત્યારથી જ પક્ષાઘાતના અંગની પેઠે એ જાતિ વિશ્વમાનવના અંગમાં ભારરૂપ થઈ પડે; કેવળ ટકી રહેવામાં તે ગૌરવ નથી.
ભારતવર્ષ રાજ્યને માટે મારામારી કરે નહિ, વાણિ જ્યને માટે ઝુંટાખુંટી કરે નહિ. જે ટિબેટ-ચીન-જાપાન યુરેપને ભયે સમસ્ત બારીબારણું બંધ કરવા તૈયાર છે, તેજ ટિબેટ-ચીન-જાપાન ભારતવર્ષને ગુરુ માની આદરપૂર્વક તેને પિતાને ઘરમાં જવા આમંત્રણ આપતા હતા. ભારતવર્ષે પિતાની સેનાથી અને વાણિજ્યદ્રવ્યથી સમસ્ત પૃથ્વીનાં હાડમાંસ તેડી નાખ્યાં નથી, એ તે સર્વત્ર શાન્તિ, સાત્વના અને ધર્મવ્યવસ્થા સ્થાપન કરી માનવ
ભા. ૧૭ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com