________________
સ્વદેશી સમાજ
૧૯૧
ખડાને એક કરી લઇ ઐક્યને સૂત્રે ગાંઠયા છે. એ ઐક્ય આંગળી કરીને દેખાડી દેવુ તે કઠણ છે, પણ એ સમસ્ત દેખીતા વિરાધાની વચ્ચે પણ ઢભાવે રહ્યું છે એ તે આપણે સ્પષ્ટભાવે જોઈ શકીએ છીએ.
ત્યાર પછી ભારતવર્ષને મુસલમાન પ્રજાઓના સંબધ થયા. આ સબધની સમાજ ઉપર કશીજ છાપ પડી નહોતી, એમ કહી શકાય નહિ. તે વારે હિન્દુ સમાજમાં પરસમધમાં જોડાવાની પ્રક્રિયા સત્ર ચાલી રહી હતી. હિન્દુમુસલમાન સમાજનું એવુ' સ’ચેાગસ્થળ રચાયું હતુ' કે જ્યાં અને સમાજની સીમારેખા ભળી જાય; નાનકપંથી, કીરપથી અને નીચેના વના વૈષ્ણવસમાજ આ સીમારેખાનાં દષ્ટાન્ત છે. આપણા દેશમાં સાધારણ લાકમાં જીદે જુદે સ્થાને ધમ અને આચારની તડજોડ ચાલે છે, શિક્ષિત લેક તેની કઇ ખખર રાખતા નથી. જો એવી એવી ખખર રાખે તેા જોઇ શકે કે, આજે પણ અંદર અંદર પરસ્પર જોડાવાની સજીવ પ્રક્રિયા બંધ નથી.
આજે બીજો એક પ્રખળ વિદેશી ધમ આચારવ્યવહાર અને શિક્ષાદીક્ષા લઈને આવી ઉભે છે. એમ પૃથ્વીના ચાર પ્રધાન ધમને આશ્રયે ઉભેલા ચાર મહાસમાજ છે.
હિં'દુ, ખૌદ્ધ, મુસલમાન અને ખ્રિસ્તી, આ સૌ ભારતવર્ષોંમાં આવી મળ્યા છે. વિધાતાએ મહાન્ સમાજસંમેલનને માટે જાણે ભારતવર્ષમાં જ એક મહાન રાસાયનિક પ્રચાગશાળા ખેાલી છે.
અહી મારે એક વાતના સ્વીકાર કરવા પડે છે કે, બૌદ્ધવિકાસને સમયે સમાજમાં એવુ... મિશ્રણ અને ઉથલપાથલ થઈ ગઈ હતી કે પાછળના હિન્દુ સમાજમાં એક પ્રકારનું ભયનું લક્ષણ રહી ગયું હતું. નવીનતા અને પરિ વનમાત્ર તરફે સમાજની નસેનસમાં શંકા પેસી ગઈ. એવા ચિરસ્થાયી લયની અવસ્થામાં સમાજ આગળ ચાલી શકે નહિ. અહારના વિરાધ સામે જય મેળવવાનુ તેને અસાધ્યુ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com