________________
૧૯૦.
ભારતધર્મ
બહારનાની સાથે હિંદુસમાજને સંબંધ આજે કંઈ ન નથી. ભારતવર્ષમાં આ આવ્યા, ત્યારે તેમની સાથે આદિવાસીઓ સાથે તુમુલ વિરોધ થયેલ. એ વિરોધમાં આ વિજય પામેલા, પણ આદિમ આસ્ટ્રેલિયન કે અમેરિકાની પેઠે નાશ નહિ પામેલા; તેઓ આર્ય મંડળથી દૂર જઈ નહિ પડેલા તેમના આચારવિચાર જુદા હેવા છતાં તેમને સમાજતંત્રમાં સ્થાન મળ્યું. તેમને મળવાથી આર્યસમાજ વિચિત્ર-નવરૂપ બને.
એ સમાજ વળી એક વાર છિન્નભિન્ન થઈ ગયું છે. બૌદ્ધપ્રભાવના સમયમાં બૌદ્ધધર્મના આકર્ષણથી ભારતવર્ષની સાથે અનેક પરદેશીઓને ગાઢ સંબંધ બંધાયે. વિરોધસંબંધ કતાં આ મિલનસંબંધ ઘણે ગંભીર છે. વિરોધમાં આત્મરક્ષાની ચેષ્ટા બરાબર જાગ્રત રહે છે–મિલનમાં અજાણતાં પણ બધું એકાકાર થઈ જાય. ભારતવર્ષમાં એમજ બનેલું. એ એશિયા વ્યાપી ધમંપ્લાનમાં જુદી જુદી જાતિઓના આચારવિચાર, કિયાકમ, આહારવિહાર સૌ તણાઈ ગયું હતું, કેઈએ કહ્યું ન હતું.
પણ એ અતિમહાન ઉચખલતા સામે પણ વ્યવસ્થાસ્થાપનની શક્તિ ભારતમાંથી ગઈ ન હતી. જે કંઈ ઘરનું, જે કંઈ બહારનું, એ સમસ્તને એક કરી લઈ ફરી વળી ભારતવર્ષે પિતાને સમાજ વ્યવસ્થિત કરી દીધું. પહેલાંના કરતાં સમાજ વળી વધારે વિચિત્ર બની ઉઠયો, પરંતુ એ સર્વ વિચિત્રતામાં પણ સર્વત્ર ઐક્ય સ્થાપી શકો, આજ અનેક જિજ્ઞાસા કરે છે કે, નાના પ્રકારના વિરોધથી, નાના પ્રકારના ખંડવિખંડથી ભરેલા આ હિન્દુધર્મનું, આ હિન્દુ સમાજનું અય કયે સ્થળે? સ્પષ્ટ ઉત્તર દેવે કઠણ છે. બહુ મોટી પરિધિનું કેન્દ્ર ખેળી શકવું એવું જ કઠણ છે; પરંતુ કેન્દ્ર છે તે ખરૂં જ ને તે પણ બહાર નહિ, પરંતુ અંદર. નાના ગોળાને સમજ કઠણ નથી, પણ ગેળ પૃથ્વીને જેઓ ખંડ ખંડ કરી જુએ છે, તેમને તે એ ચપટી જ દેખાશે. એજ પ્રમાણે હિન્દુ સમાજે નાના પ્રકારના ચિત્રવિચિત્ર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com