________________
૧૮૮
ભારતધર્મ
* * *
* *
* * **, **
,
* ૧૧/૧૧/
સમાજ પતિ આગળ જવાબદાર રહે.
પહેલાં કહ્યું છે કે, સમાજની પ્રત્યેક વ્યક્તિ દરરોજ અતિ અલપ પરિમાણમાં પણ કંઈક સ્વદેશને માટે અર્પણ કરી શકે. એ સિવાય વિવાહદિ શુભ દિને પ્રત્યેક ઘર જેમ ગામના ધર્માદામાં આપે છે, તેમ તેને સ્વદેશી સમાજમાં પણ કંઈક આપવું ભારે ન પડે. અમુક સ્થળે એને સંગ્રહ કરવાથી પછી દ્રવ્યને અભાવ લાગશે નહિ. આપણું દેશમાં ઈચ્છાપૂર્વક આપેલાં દાનથી મેટાં મોટાં મઠમંદિર ચાલે છે, એ દેશમાં સમાજ શું ઈછાપૂર્વક પોતાનું આશ્રયસ્થાન પિતે રચી શકે નહિ? વિશેષ કરીને અન્નથી, જલથી, સ્વાથ્યથી, વિદ્યાથી દેશનું સૌભાગ્ય થાય, તે કૃતજ્ઞતા કદી નકામી નહિ થાય.
બેશક, અત્યારે હું બંગાળાની સામે દષ્ટિ રાખીને બોલું છું. બંગાળમાં અધિનાયક સ્થાપીને આપણી સામાજિક સ્વાધીનતાને જે આપણે ઉજજવળ અને સ્થાયી કરી શકીએ, તે ભારતવર્ષના અન્ય વિભાગે પણ આપણું અનુકરણ કરશે. અને એમ ભારતવર્ષને પ્રત્યેક પ્રદેશ જે પિતાની અંદર એજ્ય પ્રાપ્ત કરી શકે, તે પરસ્પરની સાથે સહગિતા કરવી એ પ્રત્યેકને માટે અત્યંત સહજ થાય. એક વાર એજ્યને નિયમ એક સ્થાને પ્રવેશ પામી સ્થપાય તે પછી તે સર્વત્ર વ્યાપે, પણ જુદે જુદે સ્થાને જુદા જુદા ઢગ કરાય તે એક થાય ના.
આત્મશક્તિ એક વિશેષ સ્થાને સંચિત કરવી, એ વિશેષસ્થાનનું ભાન થવું, એ વિશેષસ્થાનમાંથી સર્વત્ર પ્રગ કરવાની વ્યવસ્થા થવી એ આપણે માટે કેટલું જરૂરનું થઈ પડયું છે, તે કંઈક આલેચના કર્યાથી જ સ્પષ્ટ રીતે સમજી શકાશે. સરકારે પોતાના કામની સરળતાને માટે કે પછી ગમે તે કારણને માટે, બંગાળાના બે ભાગ કરી નાખ્યા છે. આપણે ભય પામીએ છીએ કે એથી બંગાળ દુર્બળ થઈ જશે. એ ભય પ્રકટ કરીને આપણે રે–ફૂટ કરી મૂકી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com