________________
સ્વદેશી સમાજ આપણે માટે કેવળ સહજ હતું તે શું આજે આપણે માટે એ કેવારે અસાધ્ય થઈ પડયું છે?—કદી નહિ. અત્યંત દુસમયે પણ ભારતવર્ષને નિશબ્દ પ્રકાંડ પ્રભાવ ધીરભાવે ગઢભાવે વિજયી બન્યા છે. હું નિશ્ચય માનું છું કે, આપણે બે-ચાર દિવસની આ નિશાળની સુખસ્થ વિદ્યા એ ચિરપ્રભાવને ભેદી શકશે નહિ. હું નિશ્ચય માનું છું કે, ભારતવર્ષને ગંભીર સાદ પ્રતિક્ષણે આપણું અંતરમાં ધ્વનિ કરી રહ્યો છે, અને આપણે અજાણતે પણ ધીરે ધીરે એ ભારતવર્ષની તરફ જ ચાલીએ છીએ. આજ જે સ્થળેથી માર્ગ આપણા મંગળદીપક વડે પ્રકાશતા ઘર તરફ જાય છે, તેજ સ્થળે આપણે ગૃહયાત્રાને આરંભે તે દિશામાં ઉભે રહી “એક વાર તું મા કહી શબ્દ કર !”
(૧૯૦૫)
IN IN
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com