________________
૧૮૬
ભારતધમ
આકારે વિદેશમાગે ઢાડયુ જાય છે, એવા આપણે આક્ષેપ કરીએ છીએ; પણ દેશનુ હૃદય જો જાય, દેશ સાથેના સમગ્ર કલ્યાણસ અંધ એકેએકે જો વિદેશી સરકારને સોંપી દેવામાં આવે, આપણા હાથમાં કશુંય બાકી ન રહે, તે પરદેશ વહેતા દ્રવ્યપ્રવાહ કરતાં શું આછા આક્ષેપનું કારણુ છે ? આ કારણે આપણે સભાઓ ભરીએ, દરખાસ્ત કરીએ અને એ પ્રમાણે દેશને અંદર તથા ખહાર સંપૂર્ણ ભાવે પારકાના હાથમાં ફેકી દેવાની ચેષ્ટા કરીએ એ તે દેશહિતષિતા ? કદી નહિ. એ પ્રયત્ન કદી આ દેશમાં આદર પામશે નહિ; કારણ, એ ભારતવર્ષના ધર્મ નથી. અંતે દૂરના સબંધવાળા અનાથ આત્મીયને પણ પારકાની ભીખ ઉપર લટકતા રાખી શકીએ નહિ–તેમને પણ તેમનાં સંતાન સહિત સમાન સ્થાન આપ્યુ છે; બહુ કષ્ટે પેદા કરેલું ધન પશુ બહુ દૂરના કુટુ'બીની સાથે વહેંચી ખાતાં આપણે કદીયે એવા વિચાર લાવતા નથી કે, એ અસામાન્ય વ્યાપાર છે, ત્યારે આપણે એમ કહીશું કે આપણી જનની જન્મભૂમિના ભાર વહન કરી શકીશું નહિ ? વિદેશીએ ચિરદિન. આપણા દેશને અન્નજળની અને વિદ્યાની ભિક્ષા આપશે, અને આપણું કવ્ય એજ રહેશે કે, ભિક્ષાના ટુકડા મનમાનતા ન મળતાં આપણે ચીસેાજ પાડયા જઈએ ? કદી નહિ–કદી નહિ ! સ્વદેશના ભાર આપણે પ્રત્યેક અને પ્રતિદિન ગ્રહણ કરીશુંએમાંજ આપણુ ગૌરવ, એજ આપણા ધર્મ. આપણા સમાજ એક મહાન સ્વદેશી સમાજ થઇ શકે એ સમય આવ્યા છે. હુ એકલા નથી, હું ક્ષુદ્ર હોવા છતાં માશ ફાઇ ત્યાગ કરી શકશે નહિ અને ક્ષુદ્રમાં ક્ષુદ્રના પણ હુ ત્યાગ કરી શકીશ નહિ, એવુ' ભાન પ્રત્યેકને થાય એવે સમય આળ્યે છે.
આજ જો કોઈને કહીએ કે, સમાજનું કાય કરે, તા શી રીતે કરૂ, ક્યાં કરૂ, કાની પાસે શું કરૂ'' વગેરે વિચા રતાં માથામાં ચક્કર આવશે. માટે ભાગે લેાકેા પેાતાનુ કર્તવ્ય સમજી શકતા નથી એમ કહીએ તાપણુ ચાલે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com