________________
૧૯૨
ભારતધર્મ
થઈ પડયું. જે સમાજ માત્ર આત્મરક્ષાને માટેજ પિતાની સમસ્ત શક્તિને પ્રયોગ કરે, તે સમાજ તડજોડની વ્યવ
સ્થા પછી કરી શકે નહિ. ભયને માટે સાવધાન પણ રહેવું જોઈએ, અને સાથે સાથે આગળ વધવું પણ જોઈએ; નહિ તે એ પાંગળે બની બચી શકે તે ખરો, પણ સાંકડી જગામાં બંધાઈ પડે-એનું નામ એક પ્રકારે જીવનમૃત્યુ.
બૌદ્ધ વિપ્લવ પછીને હિંદુ સમાજ, પિતાની પાસે હતું તેનું પ્રાણપણે રક્ષા કરવાને માટે, પારકાના સંબંધથી સર્વ રીતે દૂર રહેવાને માટે, પિતે જાળમાં પુરાયે. આથી ભારતવર્ષ પિતાનું મહત્ત્વપદ ગુમાવી બેઠે. એક સમયે ભારતવર્ષ પણ પૃથ્વીમાં ગુરુપદે હત; ધર્મમાં, વિજ્ઞાનમાં અને દર્શનમાં ભારતવર્ષના ચિત્તસાહસની સીમા ન હતી; એજ ચિત્ત, સર્વ દિશાએ દુર્ગમ દૂર દેશપ્રદેશ ઉપર પ્રકાશ પાડવા પિતાની પોતાની શક્તિ પ્રેરતું. એમ ભારતવર્ષે ગુરુનું જે પદ પ્રાપ્ત કર્યું હતું તે પદથી એ આજે ભ્રષ્ટ થઈ પડે છે; આજે એને શિષ્યત્વ સ્વીકારવું પડ્યું છે. એનું કારણ એ કે, આપણામાં ભય પેસી ગયો છે. સમુદ્રયાત્રા ચારે બાજુના ભયથી આપણે બંધ કરી દીધી છે. શું જલસમુદ્ર કે શું જ્ઞાનસમુદ્ર! આપણે હતા વિશ્વના તે પિસી ગયા ગામડામાં. સંચય અને રક્ષા કરવાને માટે સમાજમાં જે ભીરુ સ્ત્રીશકિત છે, એજ શક્તિએ કૌતુહલપર, પરી. લાપ્રિય, સાધનશીલ પુરુષશક્તિને હરાવી તેને ઉપર અધિ. કાર મેળવે છે. તેથી આપણે જ્ઞાનરાજ્યમાં પણ દઢ સં. સ્કારબદ્ધ સ્ત્રીશક્તિને વશ થઈ પડ્યા છીએ. જ્ઞાનના વાણિજ્યમાં ભારતવર્ષે જે કંઈ આરંક્યું હતું, જે સદા સર્વદા વધી ફૂલીને જગતના ઐશ્વર્યને વિસ્તારી મૂકતું હતું, તે આજ અંત:પુરના અલંકારના ડબામાં પેસી પિતાને સુરક્ષિત માને છે; એ આજ વધતું નથી, જે ખોવાઈ જાય છે એ વાઈજ જાય છે.
વસ્તુતઃ આપણું એ ગુરુપદ દેવાયું છે. રાજ્યશક્તિ પ્રાપ્ત કરવી એ તે આપણુ દેશે કદી પરમસંપત્તિ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com