________________
સ્વદેશી સમાજ
૧૭૫
કઈ નહિ, સરકાર સમાજની બહારની વસ્તુ છે. તેથી કરીને જે કંઈ વિષયની તેની પાસે જેટલે અંશે આશા રાખીએ, તે બદલ સ્વાધીનતા એટલે અંશે ખેવી પડે. જે કર્મ સમાજ સરકાર પાસે કરાવી લે, તે કર્મ સંબંધે તે પિતાને અકર્મણ્ય બનાવી દે, અને એ અકર્મણ્યતા આપણા દેશની સ્વભાવસિદ્ધ વસ્તુ નહતી. આપણે જુદી જુદી જાતિઓની જુદા જુદા રાજાઓની સ્વાધીનતા સ્વીકાર કરતા આવ્યા છીએ, પણ સમાજ આજ સુધી પોતાનાં સમસ્ત કાર્યો પિતેજ કરતે આ છે; નાના મોટા કેઈ કામમાં બહારના બીજા કોઈને હાથ નાખવા દેતે નહિ. આથી રાજલક્ષમી કદી દેશવટે પામે તે પણ સમાજલક્ષ્મી ઘેરજ રહી શકે.
આજે આપણે સમાજનાં સમસ્ત કર્તવ્ય એકેએકે સમાજ બહારના સ્ટેટને આપણું મેળે હાથે ઉઠાવી ઉઠાવીને સેંપવા તૈયાર થઈ ગયા છીએ. આજ સુધી હિંદુસમાજની અંદર રહી નવા નવા સંપ્રદાયોએ પોતાની અંદર અનેક પ્રકારના આચારવિચાર પ્રવર્તાવ્યા છે, હિન્દુ સમાજ એમને તિરસ્કાર કરતો નથી, આજથી બધું અંગ્રેજને કાયદે બંધાઈ ગયું છે, દરેક ફેરફાર પિતાને અહિંદી કહી પિકારવા તૈયાર થઈ ગયે છે. એથી જણાઈ આવે છે કે, આપણું મર્મસ્થાન-જે મર્મ સ્થાને આપણા પિતાના અંતે મળે જતન કરીને આજ સુધી સાચવી રાખતા આવ્યા છીએ એજ આપણું અંતરતમ મર્મસ્થાન ઉઘાડું થઈ પડયું છે, અશક્ત થઈ પડયું છે. એજ સંકટ છે, બાકી પાણીનું સંકટ એ કંઈ સંકટ નથી.
પૂર્વે જે બાદશાહના દરબારમાં માન પામતા હતા, નવાબે જેમની સલાહ અને સહાયતાની અપેક્ષા કરતા હતા, તેઓ એ રાજપ્રસાદને યથેષ્ઠ માનતા નહિરાજપ્રસાદ કરતાં સમાજપ્રસાદને તેઓ ઉંચે માનતા. તેઓ સંમાનને માટે પિતાના સમાજ તરફ દષ્ટિ કરતા. રાજરાજેશ્વરની રાજધાની દિલ્હી તેમને જે સંમાન આપી શકતી નહિ, એ છેવટના સંમાનને માટે તેમને પિતાના અખાત
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com