________________
૧૯૪
ભારતધમ
પામે, એટલાજ માટે યુરપમાં પેાલીટીસ એ બહુ અગત્ય ને વિષય ગણાય છે. આપણા દેશમાં સમાજ જો પાંગળા થઈ પડે, તાજ દેશ એ પ્રમાણે સ’કટમાં આવી પડે. આજ કારણે આટલા દિવસ સુધી રાષ્ટ્રીય સ્વાધીનતા માટે આપણે પ્રાણપણે પ્રયત્ન કરતા નહિ, પણ સામાજિક સ્વાધીનતા ખૂખ યત્નથી મચાવતા આવ્યા છીએ. ત્યાં દરિદ્રને શિક્ષાદાનથી માંડીને પ્રજાજનને ધશિક્ષાદાન સુધીનું સમસ્ત કામ વિલાયતમાં સ્ટેટ ઉપર આધાર રાખે છે, પણ આપણા દેશમાં પ્રજાજનની ધમ વ્યવસ્થા ઉપર આધાર રાખે છે, એટલા માટે અગ્રેજ સ્ટેટને ખચાવે તેજ ખચે અને આપણે ધમ વ્યવસ્થાને મચાવીએ તેજ ખચીએ.
ઇંગ્લાંડમાં સ્વાભાવિક રીતેજ સ્ટેટને જાગતુ રાખવામાં લેક સદાય મ`ડયા રહે. આજે આપણે અંગ્રેજની પાઠશા ળામાં ભણીને નક્કી કર્યું' છે કે, જ્યારે ત્યારે સરકારને આર ખાસી સાવધાન કરવી એજ જનસમાજનુ મુખ્ય કન્ય છે. આપણે એ જાણ્યું નહિ કે, પારકાના શરીરને રાજરાજ લીસ્ટર લગાડવાથી પેાતાના વ્યાધિની પરીક્ષા થઈ શકતી નથી.
આપણને તર્ક કરવા સારા લાગે છે, તેથી અત્યારે પણ આ તક ઉઠવે અસભવિત નથી કે, જનસમાજના કમ ભાર જનસમાજના સર્વાંગમાં સ’ચારી રાખવા સારા કે એને વિશેષભાવે સરકાર નામની અમુક એક જગાએ મૂકી દેવા સારા ? મારૂં કહેવુ' એમ છે કે, આ તક વિદ્યાલયની ડીબેટી'ગ સોસાઇટીમાં થઈ શકે, પણ અત્યારે તે આ તર્ક આપણા કઈ કામમાં આવે નહિ.
કારણ કે એ વાત આપણે સમજવીજ જોઈશે કે, વિલાયતના રાજ્યનુ સ્ટેટ આખા સમાજની સપાટીની ઉપર જ અખડરૂપે સ્થપાયેલુ છે, એ ત્યાંના સ્વાભાવિક નિયમે સ્થપાયુ' છે; માત્ર તર્કથી એ મળી શકે નહિ, અત્યંત સારૂં હોય તેપણ મળી શકે નહિ.
આપણા દેશમાં સરકાર અહાદુર એટલે સમાજમાંને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com