________________
સ્વદેશી સમાજ
૧૭૭
વપરાશે તા જ હૃદયને પેાતાના ઘરમાં રાખી શકાશે. શિક્ષણ લઈશું અઢાર, તેના પ્રયાગ કરીશુ ઘેર. પણ આજકાલ તે આપણે
“ ઘરને કર્યું. બહાર, બહારને કર્યું. ઘર; પરને કર્યાં પાતે, પેાતાને કર્યાં પર. ”
આપણાં જુદાં જુદાં કામમાં એથી કેવી અસંગતિ થાય છે તેનું એક દૃષ્ટાન્ત તે આપણી પ્રાંતિક પરિષદજ છે. એ પરિષદ્ દેશને સલાહ આપવા એકઠી થાય છે, પણુ એની ભાષા વિદેશી હૈાય છે. અ'ગ્રેજી ભણેલાને જ આપણે લેાક માનીએ છીએ. સાધારણ લોકસમાજનાં અંતર આપણાં અંતર સાથે એક કરી શકીએ નહિ, ત્યાં સુધી આપણે કઇજ કરતા નથી એ વાત આપણા મનમાં વસતી નથી. લેાકસમાજ સાથે આપણે જુદાઇ કરી બેઠા છીએ, સમસ્ત કથાવાર્તામાં આપણે એને દૂર ઉભા રાખ્યા છે. વિલાયતના હૃદયને આકવા માટે છળખળ અને કૌશલના સાજ સરજામની કશી ખાકી રાખતા નથી, પણ દેશનું હૃદય વિલાયતના હૃદય કરતાં વધારે કિ ́મતી છે ને તેને માટે સાધના કરવી આવશ્યક છે; એ વાત આપણા મનમાં વસતી નથી.
રાજકીય સાધનાનું અંતિમ ઉદ્દેશ્ય દેશના હૃદયને એક કરવાનુ જ છે. પણ દેશની ભાષા છેાડી, દેશની પ્રથા ડી, કેવળ માત્ર વિદેશીનું હૃદય આકર્ષીવા માટેના મહુવિધ પ્રયત્નાને મહા ઉપકારી રાજકીય શિક્ષણ માનવું એ આપણા હતભાગ્ય દેશમાં સામાન્ય કથા છે.
દેશના હૃદયને એક કરવું એ જ જો અંતિમ લાભ માનીએ, તે સાધારણ કામકાજમાં જે સમસ્ત હિલચાલને આપણે અતિ આવશ્યક માની બેઠા છીએ તે સઘળીને દૂર કરી દઇને ખરેખરી રીતે દેશની પાસે જવાના કયા કયા રસ્તા ચિરદિન ઉઘાડા પડયા છે તેના ઉપર ષ્ટિ કરવી પડશે. વિચાર કરે કે, આપણે ખરેખરી રીતેજ દેશના વિચાર કરવાનું કામ પ્રાંતિક પરિષદ્ન સોંપત તા આપણે શુ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com